એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જામનગરની બે સ્વિમર્સનો ડંકો
એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જામનગરની બે સ્વિમર્સનો ડંકો
October 13, 2026 11:17 AM
એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જામનગરની બે સ્વિમર્સનો ડંકો
ભારતમાં યોજાઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયન માસ્ટર્સ સ્વીમીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૬માં જામનગરની બે સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરીને જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બેંગલુરુ ખાતે ૪ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સમગ્ર એશિયાના વિવિધ દેશોમાંથી ૧,૩૦૦થી વધુ સ્વિમર્સે ભાગ લીધો છે.
જામનગરના ઉષાબેન સારડા, આસિસ્ટન્ટ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ૨૦૦ મીટર બટરફ્લાયમાં પોતાની વયજૂથમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ તેમજ ઇન્ડીવ્યુઝયુઅલ મેડેલી ૪૦૦ મીટર અને બ્રોન્ઝ મેડલ ૨૦૦ મીટર બેક સ્ટ્રોક પ્રાપ્ત કર્યો છે.તેમજ જામનગર ના જ ડો. ધારા રાણા,આસિસ્ટન્ટ પ્રોફેસર સરકારી ડેન્ટલ હોસ્પિટલ જામનગર એ ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં પોતાની વયજૂથમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ બંને ખેલાડીઓની આ સિદ્ધિ જામનગર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ સાથે રમતગમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી આ સફળતા અન્ય તમામ વયના સ્વિમર્સ માટે પણ પ્રેરણારૂપ છે. એક જ શહેરની બે ચેમ્પિયન એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ આંતરરાષ્ટ્રીય મંચ પર જામનગરનો ગૌરવપૂર્ણ વિજય થયો હતો. ડો. ધારા રાણા અને ઉષાબેન સારડા ને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ તેેક સ્વિમિંગ પૂલ માં સ્વિમિંગ શોીવાખ આવતા મેમ્બરો એ બને વિજેતાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.