રાજકોટ ડિવિઝનની 2 ટ્રેનો આંશિક રીતે રદ રહેશે, લિંક રેક મોડા આવવાને કારણે શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન
લિંક રેકના મોડા આગમનના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસને અસર થશે.
ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ જે 26 જુલાઈ 2026 ના રોજ સાંતરાગાછીથી ઉપડશે તે રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે આ ટ્રેન રાજકોટ ખાતે રોકાઈ જશે. આ કારણે 26 જુલાઈની આ ટ્રેન રાજકોટ અને પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ જ કારણસર ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 જુલાઈ 2026 ના રોજ પોરબંદરથી રવાના નહીં થાય. તેના બદલે આ ટ્રેન 30 જુલાઈ 2026 ના રોજ રાજકોટથી બપોરે 13:30 વાગ્યે શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે કે રાજકોટથી ઉપડશે. આ ટ્રેન પણ પોરબંદર અને રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસનો લિંક રેક 38 કલાક મોડો આવવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોએ તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.
મહત્વની નોંધ:
-26 જુલાઈ 2026 ની 12950 સાંતરાગાછી-પોરબંદર ટ્રેન રાજકોટ-પોરબંદર વચ્ચે રદ
-30 જુલાઈ 2026 ની 12905 પોરબંદર-શાલીમાર ટ્રેન પોરબંદર-રાજકોટ વચ્ચે રદ, રાજકોટથી 13:30 વાગ્યે ઉપડશે.