જામનગર : મચ્છરનગરમાં મકાનમાંથી દારૂની નાની મોટી ૨૦ બોટલ કબ્જે
જામનગર : મચ્છરનગરમાં મકાનમાંથી દારૂની નાની મોટી ૨૦ બોટલ કબ્જે
April 16, 2026 08:03 AM
જામનગર : મચ્છરનગરમાં મકાનમાંથી દારૂની નાની મોટી ૨૦ બોટલ કબ્જે
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર પોલીસે દારુ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ૨૦ નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર શહેરના મચ્છરનગર શેરી નં. ૧, રૂમ નં. ૧૪૬માં રહેતા શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજાના રહેણાંક મકાનમાં સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી ૧૭ ચપલા અને ૩ બોટલ મળી કુલ ૨૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને તેની વધુ પૂછપરછ હાથ કરવામાં આવી છે.