રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ પર તેના પ્રકારનું પ્રથમ રાષ્ટ્ર્રીય સર્વેક્ષણ દર્શાવે છે કે, ૨૦ કરોડથી વધુ ભારતીયો આંતરરાષ્ટ્ર્રીય ધોરણો દ્રારા નિષ્ક્રિય છે, અને શહેરોમાં રહેતી છોકરીઓ સૌથી વધુ નિષ્ક્રિય છે. નિષ્ક્રિયતાનું સ્તર ડબ્લ્યુએચઓની ભલામણો પર આધારિત છે કે, પુખ્ત વયના લોકોએ સ્વાસ્થ્ય જોખમ, ચિંતા અને હતાશાને ઓછી કરવા માટે દર સ્પતાહે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ પ્રવૃતિઓ કરવી જોઈએ.
બાળકો અને કિશોરોએ દરરોજ ૬૦ મિનિટ સક્રિય રહેવું જોઈએ આ સંખ્યા તે સમાજ માટે ચાર્ટથી ખૂબ દુર છે યાં માતા–પિતા અને શિક્ષકો સતત બાળકોને જણાવે છે કે, તેમને પહેલા અભ્યાસ કરવો જોઈએ અને પછી રમવું જોઈએ. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦ કરોડ ભારતીયો 'નિષ્ક્રિય' જીવન જીવી રહ્યા છે, જેમાં શહેરી છોકરીઓ સૌથી વધુ પ્રભાવિત છે.
સ્પોટર્સ એન્ડ સોસાયટી એકિસલરેટર, બિન–લાભકારી સંસ્થા સાથે સર્વેક્ષણ કર્યેા તે ડાલબર્ગ એડવાઇઝર્સના એશિયા પેસિફિકના પ્રાદેશિક નિર્દેશક સ્વેતા ટોટાપલ્લીએ કહ્યું કે, આપણે દૂર કરવાની સૌથી મોટી માન્યતાઓમાંની એક એ છે કે શારીરિક પ્રવૃત્તિ શિક્ષણના માર્ગમાં આવે છે, યારે હકીકતમાં તે શૈક્ષણિક સફળતાને વધારે છે. શારીરિક પ્રવૃત્તિ અને રમત–ગમત શારીરિક ફેરફારો, મૂડ નિયમન, સહનશકિત અને જ્ઞાનાત્મક સુધારણા તરફ દોરી જાય છે – જે વ્યકિતગત પરિણામોમાં અનુવાદ કરે છે. સર્વે દર્શાવે છે કે સંપૂર્ણ રીતે વ્યસ્ત ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં જીડીપીમાં વાર્ષિક . ૧૫ ટિ્રલિયનથી વધુનો વધારો કરી શકે છે.
સ્પોટર્સ એન્ડ સોસાયટી એકિસલરેટરના સહ–સ્થાપક દેશ ગૌરવ સેખરી કહે છે કે, આપણે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત કરવો પડશે. ભારતમાં, અમે રમતગમત સાથે શારીરિક પ્રવૃત્તિને ભેળસેળ કરી છે – તેથી જે શબ્દો મનમાં આવે છે તે છે આરોગ્ય, સમુદાય, ઉત્પાદકતા કરતાં મેડલ, સ્પર્ધા અને શ્રેતા છે.
શારીરિક પ્રવૃત્તિમાં લિંગ તફાવત એ સૌથી મુશ્કેલીજનક તારણોમાં પૈકીની એક છે. પાર્ક અને મેદાન જેવા જાહેર સ્થળોની ઓછી નિકટતા તેમજ સલામતી અંગેના ડરને કારણે શહેરોની છોકરીઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. સરેરાશ ભારતીય મહિલાનો સક્રિય સમયના ત્રણ ચતુથાશ ભાગ ઘરના કામકાજ અને બાળકો અને વડીલોની સંભાળ રાખવામાં વિતાવે છે.
આ ઉપરાંત, શહેરી નિષ્ક્રિયતા દર ગ્રામીણ વિસ્તારો કરતા લગભગ બમણો છે. શાળાઓમાં શારીરિક પ્રવૃતિઓનો સમાવેશ કરવાની પ્રબળ જરિયાત છે, કારણ કે સર્વેક્ષણમાં સામેલ ૬૭% વિધાર્થીઓએ કહ્યું કે, તેમની શાળામાં રમતગમતના સાધનો નથી, યારે ૨૧% લોકોએ કહ્યું કે તેમની શાળામાં રમતનું મેદાન નથી. મહારાષ્ટ્ર્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં હાથ ધરાયેલ સર્વેક્ષણ, માતા–પિતા, બ્લુ કોલર કામદારો, શારીરિક શિક્ષણ શિક્ષકો અને વિધાર્થીઓ સાથે ધ્યાન કેન્દ્રિત જૂથ ચર્ચા પર આધાર રાખે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech