BREAKING NEWS

ગુજસીટોકના ગુનામાં મુરઘાગેંગના કોર્ટ માંથી ૨૦ દિવસના રિમાન્ડ મંગાશે

  • November 29, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં સરા જાહેર સામસામા ફાયરીંગ કરી બે ગેંગ વચ્ચે આડેધડ ફાયરિંગ ના ગુનામાં પેંડાગેંગના 17 આરોપી બાદ એક દાયકામાં 30 જેટલા ગુના આચરનાર મૂરધાગેંગના 21 સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે ગાળીયો કસી આરોપીઓની ધરપકડ કરી હતી આ આરોપી ની વધુ ક્રાઈમ કુંડળી તેમજ ગુના થકી ઊભી કરેલી મિલકતો સહિત ની વિગતો મેળવવા આજે બપોર બાદ ક્રાઈમ બ્રાન્ચ મુરઘા ગેંગના આરોપીઓ ના ૨૦ દિવસના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા એક માસ પૂર્વે 29 ઓક્ટોબર ના શહેરના મંગળારોડ પર મધ્યરાત્રીએ રાજકોટની બે કુખ્યાત પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે સામસામા ધાણી ફૂટ ફાયરિંગના બનાવમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરી,બન્ને ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી કરી બંને ગેંગના કુલ 38 આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતા ગુનેગારોમાં રીતસર નો ફફડાટ ફેલાઈ ગયો છે.

રાજકોટમાં પ્રથમ પેંડા ગેંગ સામે સંગઠિત ગુના આચરનાર ગેંગના 17 સાગરીતો સામે ગુજસીટોકના ગુના દાખલ કરી તમામ આરોપીઓને વેરવિખેર કરી રાજકોટ સિવાયની અલગ અલગ જેલના સળિયા પાછળ ધકેલી દીધા બાદ મુરઘા ગેંગના 21 સામે ગુજસીટોકનું હથિયાર સજાવી બંને ગેંગના કુલ 38 આરોપીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી બાંગરવા રાહબરીમાં એસીપી બી બી બસીયાના માર્ગદર્શન હેઠળ ડીસીબી દ્વારા ઝડપાયેલા મુરઘા ગેંગના સાગ્રિતોને આજે અદાલત સમક્ષ રજૂ કરી 20 દિવસના રિમાન્ડ મેળવવા માંગણી કરશે અને રિમાન્ડ મળ્યા બાદ ગેંગ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


મુરઘા ગેંગે ગુના થકી એકત્ર કરેલ મિલકતોની શરૂ થશે ચકાસણી

મૂરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 21 આરોપીઓ ના રિમાન્ડ મેળવ્યા બાદ આ ગેંગની શરૂઆત ક્યારથી અને કોણે કરી તેમજ આરોપીઓ એ ગુના થકી કેટલી અને ક્યાં ક્યાં મિલકતો વસાવી છે અને તે મિલકત કોના નામે છે તેમજ તમામ આરોપીઓના બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો એકત્ર કરવામાં આવશે.



વધુ એક ગેંગ સામે શસ્ત્ર સજાવ્યા કામગીરી પુરજોશમાં થશે ધડાકો

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, યુવા જોશીલા ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ, સહિતનાઓએ વધુ એક ગેંગ ને ઘુંટણીએ પાડવા શસ્ત્ર સજાવ્યા છે અને તે અંગે કામગીરી હાલ પાઇપલાઇનમાં ચાલુ છે જે પૂર્ણ થઈ વધુ એક ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સાંભળવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application