રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના મવડી વિસ્તારમાં ગોર્વધન ચોકથી માધવપાર્ક ગેઇટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, (૧) ક્રિષ્ના ડેરી ફાર્મ (૨)તુલસી પ્રોવિઝન સ્ટોર (૩)શ્રી ગોકુલ પાર્લર (૪)શ્રી દ્વારકેશ સુપર માર્કેટ (૫)મહાકાળી પાણીપુરી (૬)ખોડલ સોડા શોપ (૭)ઉમા પ્રોવિઝન સ્ટોર (૮)અંબે લાઈવ વેફર્સ (૯)ક્રિષ્ના પાણીપુરી (૧૦)અક્ષર પ્રોવિઝન સ્ટોર (૧૧)અક્ષર ડેરી ફાર્મ સહિત ૧૧ પાસે ફૂડ લાઇસન્સ જ ન હતા જેથી મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
રિયુઝ્ડ તેલના સેમ્પલ લેવાયા
મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા રિયુઝ્ડ પામોલિન તેલનું સેમ્પલ સ્થળ- બી-નીવા સ્નેક્સ, બાપુનગર શેરી નં.06, જીલ્લા ગાર્ડન પાસેથી તેમજ કઠોળ સ્ટીક ફરસાણ નમકીન લુઝનું સેમ્પલ સ્થળ- બી-નીવા સ્નેક્સ, બાપુનગર શેરી નં.૬,જીલ્લા ગાર્ડન પાસેથી લેવાયું હતું.