વિસાવદરના બેન્ક ખાતાધારકના એકાઉન્ટમાંથી ૨૦ હજાર ઉપડી ગયા
વિસાવદરના બેન્ક ખાતાધારકના એકાઉન્ટમાંથી ૨૦ હજાર ઉપડી ગયા
May 16, 2026 09:33 AM
વિસાવદર : દિવસે દિવસે સાયબર ચોર સ્માર્ટ બની રહ્યા હોય એવું લાગે છે પહેલા ઓટીપી અને લિંક પરથી તમારા બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી જતા હવે સાયબર ઠગી દિવસે દિવસે સ્માર્ટ બની રહ્યા છે. જયાં લોકોના બેન્ક એકાઉન્ટમાંથી આધારકાર્ડ માંથી રૂપિયા ઉપાડી રહ્યા છે. જેમાં વિસાવદર બેન્ક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા કોશિકભાઈના બેન્ડ એકાઉન્ટમાંથી તા. ૧૦-૧૨-૨૦૨૫ના રોજ રૂા.૧૦૦૦૦ અને ત્યાર બાદ ગત તા.૧૪-૫-૨૦૨૬ના રોજ ફરી રૂા.૧૦૦૦૦ સાયબર ઠગો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતાં. જ્યાં સરકાર દ્વારા સાયબર ફ્રોડ રોકવામાં મોટા મોટા પગલાં લેવાય રહ્યાની જાહેરાત કરવામાં આવે છે તેમ છતાં સાયબર સેલ ૧૯૩૦માં ફરિયાદ નોંધાવી હોવા છતાં એક જ બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી રહ્યા છે. જેથી એવું લાગી રહીયું છે કે આ સાયબર ઠગી પોલીસ અને સાયબર સેલની પકડ બહારના છે. જયારે આ વિશે બેન્ડ આધિકારીઓ પણ પોતાની ફરજમાંથી હાથ ઊંચા કરી રહ્યા હોય એવા જવાબ આપી રહ્યા છે. જયાં આરબીઆઈના નિયમોના પાલન વિના કોઈ પણ જાતના વૈરિફિકેશન વગર બેન્ક ઓફ બરોડાના સેવીંગ ખાતામાંથી ખાતેદારોના રૂપિયા ઉપડી રહ્યા છે. જ્યારે લોકો પોતાના મરણ મૂડી બેન્ડમાં મુકતા હોય છે ત્યાં પણ લોકોની મરણ મૂડીની કોઈ જવાબદારી રહી નથી એવું લાગે છે.