જામનગરમાં ત‚ણી સાથે બિભસ્ત હરકતો કરનાર ઢગાને ૨૦ વર્ષની જેલ

  • May 15, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સાડા ત્રણેક વર્ષ પૂર્વે એક વૃદ્ધે પોતાની દુકાનમાં સગીરાને બોલાવીને તેની સાથે બિભસ્ત ચેનચાળા, હરકતો કરતા પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતા પોક્સો કોર્ટના ન્યાયધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો છે.


જામનગરમાં એક વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા પોતાના ઘર નજીક આવેલ દુકાનમાં વસ્તુ ખરીદવા માટે ગઈ હતી ત્યારે દુકાન માલિક ફિરોજ ઉર્ફે  કાદુ મહંમદઅલી કાડીયાણી (૬૦) એ સગીરાને પોતાની દુકાનમાં બોલાવી હતી અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા  હતા અને પોતા ના કપડાં ઉતારીને બિભસ્ત હરકતો કરી હતી. આ પછી તેણી રડવા લાગી હતી અને બનાવ અંગેની જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. અને તા. ૧૮/૧૧/૨૦૨૧ના પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ  હતી. સગીરાના આક્ષેપ મુજબ આગાઉ પણ પોતાની સાથે આ દુકાનદાર દ્વારા ચાર પાંચ વખત આવું કૃત્ય કર્યું હતું.
​​​​​​​

આ બનાવ અંગે સીટી-એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલએ આરોપી ફિરોજ કાડીયાણીને તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સજા અને ૧૦૦૦૦ના દંડનો તેમજ દંડ ન ભરે તો વધુ એ કવર્ષની સાદી એક વર્ષની સજા તેમજ અન્ય કલમમાં દંડ સજા નો હુકમ કર્યો હતો સરકાર તરફથી સગીરાને ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News