રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચે ગત સાંજે ચાર વાગ્યા બાદ હાથ ધરેલી એક દરોડા કાર્યવાહીમાં ડાયમડં સ્ટોર નામની પેઢીમાંથી વેંચાણ માટે રાખેલો એકસપાયરી ડેઇટ વિતાવી ચૂકેલો જથ્થો ઝડપાયો હતો જે જ કરી નાશ કરાયો હતો તેમજ સેમ્પલ લેવાયા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર લાતી પ્લોટ નજીક સદ્દગુ નગર શેરી નં.૪માં આવેલ ડાયમડં સ્ટોર પેઢીની તપાસ કરતા પેઢીમાં ચોકલેટ, વેફલ્સ, હાર્ડ કન્ફેક્કષ્નરી, સોટ કન્ફેક્કષ્નરી, પ્લાસ્ટિકની લાંબી થેલીમાં પેપ્સી તરીકે વેચાતી સિરપ, ફેન્સી રમકડાની પેકિંગમાં આવતી પીપરમેંટ વિગેરે કે જે મોટા ભાગે બાળકો વપરાશ કરતાં હોય તેવી ખાધચીજોનું હોલસેલ વેચાણ થતું જોવા મળ્યું હતું, વેચાણ માટે સંગ્રહ કરેલ ઉકત ખાધચીજોમાં એકસપાયરી ડેઇટ ચકાસતા એક મહિના પહેલાથી માંડીને એક વર્ષ પહેલા એકસપાયર ડેઇટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, કન્ફેક્કષ્નરી, લિકિવડ પેપ્સી વિગેરે કુલ આશરે ૨૦૦ કિલો જથ્થો સ્થળ પર જોવા મળ્યો હતો જે જ કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
પેઢી પાસે ફડ લાયસન્સ પણ ન્હોતું
પેઢીના માલિક નિલેષભાઈ જગદીશભાઇ પોપટને સ્થળ ઉપર પૂછપરછ કરતાં તેઓ ફડ લાઇસન્સ કે જીએસટી સર્ટિફિકેટ ધરાવતા ન હોવાનું જણાવ્યુ હતું જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી હતી.
પછાત વિસ્તારોમાં જ
માલ વેંચતા'તા
રાજકોટ આસપાસના સ્લમ વિસ્તાર તથા ગ્રામ્યમાં કરિયાણાની દુકાન વિગેરે જેવા સ્થળે હોલસેલ વેચાણ કરતા હોવાનું પૂછપરછ દરમિયાન પેઢી માલિકે જણાવ્યુ હતું.વેંચાણ માટે રાખેલ જથ્થામાંથી ચોકલેટ અને કન્ફેક્કષ્નરીના નમૂના લઇ ફડ લેબમાં મોકલાયા હતા.
૨૦૦ કિલો માલનો સ્થળ ઉપર નાશ
એકસપાયરી ડેઇટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, કન્ફેક્કષ્નરી, લિકિવડ પેપ્સી વિગેરે કુલ આશરે ૨૦૦ કિલો જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેનો સ્થળ ઉપર મહાપાલિકાના કચરો ફેંકવાના વપરાશમાં લેવાતા ટિપરવાનમાં ફેંકીને નાશ કરવામાં
આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application