BREAKING NEWS

જામનગર : ધ્રોલના લતીપર સીમમાં ઘોડીપાસાની કલબમાંથી ૨૧ ઝડપાયા

  • December 22, 2025 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધ્રોલના લતીપર ગામની મધરાવાડી વિસ્તારમાં આવેલ કાના કોટડીયાની વાડીએ રહેલા મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી છે એવી ચોકકસ બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત ૨૧ની અટકાયત કરવામાં આવી હતી, ૨.૬૪ લાખની રોકડ, ૧૮ મોબાઇલ અને વાહનો મળી ૨૯.૪૪ લાખનો મુદામાલ મળી આવ્યો હતો, જયારે કલબના સંચાલકો નાશી ગયા હતા, દરોડાના પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઝડપાયેલા જુગારીઓમાં ધ્રાંગધ્રા, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના શખસો જેમાં ખેતીકામ, વેપારી, ક્ધસ્ટ્રકશન, મજુરી, માલધારી, ખાનગી નોકરી કરતા શખ્સોનો સમાવેશ થાય છે. 


દરોડાની વિગત અનુસાર નાલ ઉઘરાવનાર આરોપી રાજેશભાઇ દેવદાનભાઇ કેશુર તથા વિપુલ ઉર્ફે ભુરી મગનભાઇ કેશુર તથા કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયા રહે. બધ્ધા લતીપર ગામ તા.ધ્રોલ વાળાઓએ લતીપર ગામની મઘરાવાડી વિસ્તારમા આવેલ કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયાની કબ્જા ભોગવટાની વાડીએ બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી પૈસા તથા ધોડી પાસા વડે જુગાર રમાડે છે.


આ બાતમીના અધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કુલદીપસિંહ ઉર્ફે લકકીરાજસિંહ કિશોરસિંહ ઝાલા, વિશાલ પ્રવિણ રાબા, સુરેન્દ્રનગરના રહીમ ઉર્ફે બાબો સલીમ મોવર, વાવડી રોડ ક્રિષ્નાપાર્કના આદીલ અબ્દુલ શેખ, અવની ચોકડી મોરબીના પ્રકાશ નરભેરામ ભુત, સુરેન્દ્રનગરના સુલેમાન યુનુસ મોવર, ધ્રાંગધ્રાના જીગ્નેશ દિલીપ સિંધવ,  ધ્રાંગધ્રાના દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા દિલીપસિંહ પરમાર, જામનગર પટેલપાર્ક શેરી નં. ૧૦માં રહેતા ચેતન ગંગારામ તન્ના, સોલડી ગામના માના ઉર્ફે મુન્નો ભાલુ મેવાડા, ધ્રાંગધ્રાના મેહુલ ત્રિભોવન રાઠોડ, દાઉદ હુશેન મોવર, મોરબીના નંદલાલ ઉર્ફે નંદો લખમણ રૈયાણી, દિ.પ્લોટ-૫૮ આશાપુરા સોસાયટીના સુનિલ જ્ઞાનચંદ લાલવાણી, ખેતીવાડીના જગદીશ દેવજી સોલંકી, લાલપાર્ક સીરામીક સીટીના શાહ‚ખ બશીરખાન પઠાણ, શિવપુર ગામના નરોતમ હરજી મકવાણા, ધ્રાંગધ્રાના કેતન મગન ચૌહાણ, જલારામ પાર્ક મોરબીના કિશન દિલીપ કાનાબાર, જીવનનગર રાજકોટના હેતલબેન દિપક રાઠોડની અટક કરવામાં આવી હતી. 
​​​​​​​

દરોડા દરમ્યાન રોકડા રૂપિયા ૨,૬૪,૩૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧૮ કિ.રૂ.૧,૫૫,૦૦૦ તથા કુલ પાંચ વાહનો કિ.રૂ.૨૫,૨૫,૦૦૦ સાથે એમ કુલ મળી રૂ.૨૯,૪૪,૩૦૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન કુલ-૨૦ (પુરૂષ) ઇસમો તથા એક મહિલા ઈસમ પકડાઇ ગયા હતા તેમજ નાશી જનાર તથા નાલ ઉઘરાવી જુગાર રમાડનારા નાશી છુટેલામાં રાજેશ કેશુર, વિપુલ કેશુર અને કાંતીલાલ ઉર્ફે કાનો કોટડીયાની શોધખોળ આદરવામાં આવી છે,  આ દરોડાની કાર્યવાહી ધ્રોલના પીઆઇ રાઠોડની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application