BREAKING NEWS

જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૨૧ જુગારીની અટકાયત

  • September 14, 2026 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૨૧ જુગારીની અટકાયત

માંડસણ, રામવાડી, ખોડીયાર કોલોની, આવાસ, મિયાત્રા વિસ્તારમાં પોલીસ પ્રગટી : રોકડ અને સાહિત્ય કબ્જે 

જામજોધપુરના માંડસણ, રામવાડી, ખોડીયાર કોલોની, આવાસ, મિયાત્રા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને મહિલા સહિતના શખ્સોને રોકડ, મોબાઇલ અને સાહિત્ય સાથે અટકમાં લીધા હતા.

જામજોધપુરના માંડાસણ સબ સ્ટેશનની પાછળ જાખરામાં જુગાર રમતા ચોરબેડી ગામના ઇરફાન રાણા સમા, કુતીયાણાના છત્રાવડના જખરા હાથીયા ખુંટી, રણમલ લાખા ઓડેદરા, મોટી પાનેલીના ચંદુ અમરા જાદવને અટક કરી રોકડા ૧.૪૨.૫૦૦, ૨ મોબાઇલ મળી ૧.૪૮.૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. 

બીજા દરોડામાં જામજોધપુરના રામવાડી ઉમાપાર્ક-૨માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ઉમાપાર્કના રસિક ઉર્ફે શોભરાજ શિવરામ દવે, કનૈયાલાલ મનસુખ મકવાણા, જયેશ કિશોર કણસાગરા, ઉજાલ અમૃતલાલ ફળદુ, નીતાબેન વિજય ચાગેલા, રીનાબેન પિયુષ વૈષ્નાણી અને લીલીબેન કનૈયાલાલ મકવાણાની અટક કરી રોકડા ૧૦૯૨૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 

અન્ય દરોડામાં જામનગરના ખોડીયાર કોલોની જુની પોસ્ટ ઓફીસ પાસે જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા અહી રહેતા જીતેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડ, સંતકબીર આવાસમાં રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા, રણજીતનગર જુનો હુડકોમાં રહેતા વિશાલ સુરેશ પરીયાણી, જુના આવાસમાં રહેતા દિવ્યરાજસિંહ ગુણવંતસિંહ જેઠવા, વુલનમીલ ફાટક પાસે રહેતા ડાડુ કરણા ભાટીયાને પકડી રોકડા ૩૭૯૫૦ જપ્ત કર્યા હતા. 

તેમજ સરલાબેન ત્રિવેદી આવાસ એ-૨ વિંગના પાર્કિંગમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ધનપુર્વા સોસાયટીમાં રહેતા રેખાબેન ધર્મેશ મહેતા, આવાસમાં રહેતા પુજાબેન હાર્દિક ભટ્ટ, ભાવિકાબા દિલીપસિંહ જાડેજા, મનિષાબેન અમિત મારૂ અને અનસુયાબેન દિનેશ ભટ્ટની અટક કરી રોકડા ૧૦૩૩૦ કબ્જે કર્યા હતા.

જયારે મિયાત્રા ગામ સિમ વિસ્તાર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પુષ્કરધામના રાજેન્દ્ર મંછારામ પંડયા, અલીયા ગામના કારૂ જાદા પડસારીયા, અનવર મામદ સપડીયા, બાલાચડીના ગંભીરસિંહ જશુભા વાઘેલા, અલીયા નવાપરાના કમલેશ આંબા દલસાણીયાને ઝડપી લઇ રોકડા ૧૦૩૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application