રાજકોટ ગ્રામ્યના લોધિકા પંથકમાં આવેલા રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા વિશાલ ફાઉન્ડરી નજીકના જુદા જુદા કારખાનાઓમાં રહેતા શ્રમિકોની ઓરડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો અલગ-અલગ ઓરડીઓમાંથી 21 જેટલા 52 હજારની કિંમતના મોબાઈલ ચોરી કરી લઈ ગયાની લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના મવડી ગામમાં આવેલ રીયલ પ્રાઇમમાં રહેતા અને રાવકી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ વિશાલ ફાઉન્ડરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા નોકરી કરતા દિવ્યેશભાઈ મોહનભાઈ સોજીત્રા ઉંમર વર્ષ 38 વાળાએ લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીમાં દિવ્યેશભાઈ ના જણાવ્યા મુજબ ગત તારીખ 13/ /10/ 2025 ના મોડી રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો લોધીકા પંથકના રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ વિશાલ ફાઉન્ડરી નજીકના અલગ અલગ કારખાના ઓની ઓરડીમાં રહેતા શ્રમિકો પોતાની ઓરડીમાં સુતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખશો મજૂરોને નિંદ્રામાં સુતા જોઈ અલગ અલગ ઓરડીઓમાંથી શ્રમિકના 52,200 ની કિંમત ના 21 જેટલા મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા.
આ અંગે સવારે જાગેલા શ્રમિકોના ધ્યાનમાં આવ્યું હતું કે પોતાની ઓરડીમાં થી કોઈ અજાણ્યા શખશો મોબાઈલ ચોરી ગયા છે જેથી અન્ય મજૂરો અને આ અંગે વાત કરતા બીજા મજૂરો ના પણ મોબાઈલ ચોરી થયાનું ધ્યાને આવતા આ અંગે વિશાલ ફાઉન્ડ્રીના સુપરવાઇઝર દિવ્યેશભાઈ સોજીત્રાને વાત કરી હતી.
જેથી દિવ્યેશભાઈએ વિશાલ ફાઉન્ડરીમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા મજૂરોની ઓરડી નજીક રાત્રિ દરમિયાન બે અજાણ્યા શખ્સો હિલચાલ કરતા હોવા નું કેમેરામાં કેદ થઈ જતા આ અંગે દિવ્યેશભાઈએ ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસ મથકના પી.એસ.આઇ.એમ સરવૈયાએ ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.