BREAKING NEWS

જામનગરમાં રાજયમંત્રીના જન્મદિન નિમિતે ૨૧ સેવાકીય પ્રકલ્પ સમાજને સર્મપિત

  • September 12, 2026 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રાજયમંત્રીના જન્મદિન નિમિતે ૨૧ સેવાકીય પ્રકલ્પ સમાજને સર્મપિત 

​​​​​​​
જામનગરમાં રાજયમંત્રી રિવાબા જાડેજાના જન્મદીન નિમિતે ૨૧ સેવાકીય પ્રકલ્પ સમાજને સર્મપિત કરવામાં આવ્યા હતાં. શહેરના ધન્વતરી ઓડીટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો-મહંતો અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતાં. આ પ્રસંગે શાળાના વિકાસકાર્યોનું લોકાર્પણ, તેજસ્વી છાત્રો અને રમતવીરોનું સન્માન, રોજગાર મેળો, લાઇબ્રેરીનું ઉદઘાટન, વિધવા બહેનોને કીટનું વિતરણ, વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમ યોજાયા હતાં.

જામનગરના ધારાસભ્ય અને રાજયના પ્રાથમિક,માઘ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી રીવાબા જાડેજાના જન્મદિવસ નિમિતે સમાજને ૨૧ સેવાકીય પ્રવૃતિ સર્મપિત કરવાનો કાર્યક્રમ શનિવારના સવારે શહેરના ધન્વંતરિ ઓડીટોરીયમમાં યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે રાજયમંત્રી રીવાબા જાડેજા દ્વારા આ સેવાકીય પ્રકલ્પો પૈકીના એક વોર્ડ નં.૨માં મચ્છરનગર ખાતે વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડીંગ‚મનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભૂજદાસજી મહારાજ તથા  અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ ધન્વતરી ઓડીટોરીયમમાં રાજયમંત્રીના જન્મદિવસ નિમિતે સમાજને ૨૧ સેવાકીય પ્રવૃતિ સમર્પિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૫ નવતનપુરીધામ ખીજડામંદીરના મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચત્રભૂજદાસજી મહારાજ, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના રસાદ્રરાયજી મહોદય તથા અન્ય સંતો-મહંતો, મેયર મોનીકાબેન વ્યાસ, રાજયસભાના સાંસદ જીતેન્દ્વ કણઝારીયા, ધારાસભ્ય દીવ્યેશભાઇ અકબરી, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરષોતમ કકનાણી સહીત અન્ય જુદા-જુદા ક્ષેત્રના મહાનુભવો અને આગેવાનોની સાથે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં. 

આ કાર્યક્રમમાં સંતો-મહંતોએ રાજયમંત્રીને આર્શીવચન પાઠવ્યા હતા તો મહાનુભવો અને આગેવાનોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ૧૫ કરોડના ખર્ચે વિવિધ શાળાઓમાં વિકાસકાર્યોનું લોકાર્પણ, ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, શાળાથી દૂર રહેતા વિધાર્થીઓ માટે આવન-જાવન માટે ઇકોગાડીનું આયોજન, સરકારી શાળાના ૨૦૦૦થી વધુ વિધાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ, ૧૫૦૦થી વધુ યુવાનો માટે ૪૫ થી વધુ કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન, વોર્ડ નં.૨માં મચ્છરનગર ખાતે વીર મહારાણા પ્રતાપ લાયબ્રેરી કમ રીડીંગ‚મનું ઉદઘાટન, વોર્ડ નં.૪ અને વોર્ડ નં.૬ માં લાયબ્રેરી કમ રીડીંગ‚મનું ખાતમૂર્હત, જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના રમતવીરોનું સન્માન, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, નગરસેવકો તથા બુથ પ્રમુખોને ૧૫ લાખના વીમાનો લાભ, યુનીટી-૧૦૦ સંસ્થાના ૩૦૦ વિધવા બહેનોને કીટનું વિતરણ, ૨૦૦ ગર્ભવતી બહેનોને પોષણયુકત આહાર કીટનું વિતરણ, ૧૦૦ ટકા પરિણામ મેળવનાર સરકારી શાળાઓનું સન્માન, સેવારથ આપના દ્વારે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૯ શાળાના ૧૪૦૦૦ વિધાર્થીઓને નોટબુક વિતરણ, વોર્ડ નં.૨ માં કાર્યરત શાળા નં.૩૨-૫૦ ખાતે ૧.૫૦ કરોડના ખર્ચે શાળા મકાનોનું ઇ-ખાતમૂર્હત, કાલાવડ તાલુકાના ૩૦૦થી વધુ શાળા છોડી ગયેલા બાળકોનો શાાળામાં પુન: પ્રવેશ કરાવવો, પ્રાથમિક શાળાઓમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉતમ કામગીરી કરનારા આચાર્યોનું સન્માન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને ૫ વોટર કુલર ભેટ આપવા, જામનગર ઉતર વિધાનસભામાં ૫ સપ્ટેમ્બરના જન્મેલા બાળકો જેટલા વૃક્ષનું વાવેતર કરવાના સેવાકીય પ્રકલ્પો સમાજને સર્મપિત કરાયા હતાં. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application