BREAKING NEWS

જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૨૨ પત્તાપ્રેમી ઝબ્બે

  • September 01, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૨૨ પત્તાપ્રેમી ઝબ્બે

નવજીવન સોસાયટી, હાપા ખારી વિસ્તાર, હોથીજી ખડબા અને નંદાણામાં દરોડા : રોકડ અને ગંજીપત્તા કબ્જે

જામનગરના નવજીવન સોસાયટી, હાપા ખારી વિસ્તાર, હોથીજી ખડબા અને નંદાણા ગામમાં જુગાર અંગે દરોડા પાડીને મહિલાઓ સહિત ૨૨ પત્તાપ્રેમીઓની અટકાયત કરી હતી.

જામનગરના રામેશ્ર્વરનગર નવજીવન સોસાયટીમાં શકિતપ્રેરણા એપાર્ટમેન્ટ સામે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રામેશ્ર્વરના જાગૃતીબેન બાબુ જાદવ, સાયોના શેરીમાં રહેતા મીનાબેન ધર્મેશ મારૂ, રાંદલનગરના હેતલબેન હસમુખ જાડેજા, રાજપાર્ક પાસે રહેતી ચેતનબેન જીજ્ઞેશ ડોડીયા, પટેલ કોલોનીના જયશ્રીબા હરદેવસિંહ રાણા, સાયોના શેરીના મુકેશ કુંવરજી ગોરીની અટક કરી રોકડા ૧૬૬૬૦ કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં હાપા ખારી વિસ્તારમાં ચોકમાં તિનપતીનો જુગાર રમતા ખારી વિસ્તારના રાજેશ વાલા બેરડીયા, પ્રશાંત કિશોર રણોલીયા, કારીબેન હરજી સાલાણી, ગીતાબેન નાનજી ઝીંજુવાડીયાની અટક કરી ૪૮૪૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.

ત્રીજા દરોડામાં હોથીજી ખડબા ગામે ઝાડ નીચે જુગાર રમતા જામજોધપુર એક્ષચેન્જ પાસે રહેતા આનંદ ખીમજી ડાંગર, હોથીજી ખડબાના દિવ્યેશ સવદાસ બારડ, સુરેશ જગા ડાંગર, કમલેશપરી લાલપરી ગોસ્વામી, જામજોધપુરના મહેશ સોમા કરંગીયાને રોકડા ૧૦૫૪૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
​​​​​​​
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં ખુલ્લા પટમાં તિનપતીનો જુગાર રમતા અક્ષય ત્રિભુવન નિરંજની, મયુર મનસુખ ગાલોરીયા, જયસુખ પુંજા કાંબરીયા, વજશી કારા ગોજીયા, વિજય કરશન કાંબરીયા, કાના ગોવિંદ સોલંકી રહે. બધા નંદાણા અને વનાણાના ગોપાલ મારખી બારીયાને પકડી પાડી રોકડા ૧૧૩૫૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application