BREAKING NEWS

ઓફર આપ્યા બાદ આઈઆઈટીના છાત્રોને નોકરી ન આપનારી ૨૨ કંપની પર પ્રતિબંધ

  • September 26, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની ૨૩ આઈઆઈટી સંસ્થાઓના લગભગ ૧૫૦ એન્જિનિયરિંગ સ્નાતકોને કંપનીઓ દ્રારા નોકરીની ઓફર આપવામાં આવ્યા બાદ પણ તેમને પ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવ્યા ન હતા. આ મામલે આઈઆઈટીની ઓલ આઈઆઈટી પ્લેસમેન્ટ કમિટીએ કડક નિર્ણય લીધો છે. ઓફર આપ્યા બાદ વિધાર્થીઓને નોકરી ન આપનારી ૨૨ કંપનીઓને આગામી બે પ્લેસમેન્ટ સીઝન માટે બેન કરવામાં આવી છે.
આ નિર્ણય આઈઆઈટી ગુવાહાટીમાં યોજાયેલી એઆઈપીસીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એઆઈપીસી તરફથી ૩૦ સપ્ટેમ્બર સુધી કંપનીઓને આ નિર્ણય અંગે ઈ–મેલ દ્રારા માહિતી આપવામાં આવશે.
એઆઈપીસીના સંયોજક જોન જોસના જણાવ્યા અનુસાર, કંપનીઓને વિધાર્થીઓને નોકરી આપવા માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલીક કંપનીઓએ વિધાર્થીઓને પ્લેસમેન્ટ માટે બોલાવ્યા ન હતા. દેશની ૨૩ આઈઆઈટીના આશરે ૧૫૦ એન્જિનિયરિંગ સ્નાતકોને કંપનીઓ તરફથી ઓફર આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કંપનીઓ તરફથી કોઈ યોગ્ય પ્રક્રિયા કરવામાં આવી નહોતી.
એઆઈપીસીના જણાવ્યા અનુસાર, આ વર્ષે આવી કંપનીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષેાની સરખામણીએ સૌથી વધુ છે. અગાઉ સામાન્ય રીતે ૧૦થી ૧૧ કંપનીઓ વિધાર્થીઓને આપવામાં આવેલી ઓફર પૂરી કરતી નહોતી. જોકે આ વખતે આ સંખ્યા વધીને ૨૨ થઈ છે. એઆઈપીસીએ હજુ સુધી આ કંપનીઓના નામ જાહેર કર્યા નથી.
આ યાદીમાં મોટી કંપની ઓરકેલિક પણ સામેલ છે. કંપનીએ આશરે ૪૦ વિધાર્થીઓને આપેલી ઓફર પર અમલ કર્યેા ન હોવાનું જણાવાયું છે. યારે કેટલીક અન્ય કંપનીઓએ ૧૦થી ૧૫ ઓફર પરત ખેંચી લીધી હતી. જોન જોસના જણાવ્યા પ્રમાણે, ઓરકેલિકે આ વર્ષે આઈઆઈટીમાંથી ભરતી માટે સંપર્ક પણ કર્યેા નથી.
વિધાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એઆઈપીસીએ અસરગ્રસ્ત વિધાર્થીઓના સીવી ફરી એકવાર કંપનીઓને મોકલ્યા છે. સમિતિને આશા છે કે આ પ્રયાસથી આશરે ૨૦થી ૩૦ ટકા વિધાર્થીઓને નવી નોકરીની તક મળી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application