તાલાલામાં દારૂ-જુગારની મહેફિલ માણતા રાજકોટના 22 પકડાયા

  • June 12, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના સુરવા-હડમતીયા રોડ પર આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં સ્થાનીક પોલીસે દરોડો પાડી દારૂ અને જુગારની મહેફીલ માણતા રાજકોટ પંથકના 22 મળી કુલ 23 શખ્સોને ઝડપી લઈ રોકડ, દારૂની બોટલો, કાર, મોબાઈલ મળી 41,30,660નો મુદામાલ કબ્જે કરી તાલાલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આસપાસના રિસોર્ટ સંચાલકોમાં પણ સોંપો પડી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાસણના ફાર્મ હાઉસ પીકનીકની સાથે સાથે દારૂ-જુગારની મહેફિલ માટે પણ હોટ ફેવરિટ બની ગયા છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી વી.આર.ખેંગાર દ્વારા જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂ-જુગારની પ્રવુત્તિઓ ઉપર નજર રાખવાના આદેશના પગલે તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. ગઢવીની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડની ટીમ તાલાલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સુરવા હડમતીયા રોડ પર આવેલ એથીઝ ફાર્મ હાઉસમાં દારૂ-જુગારની મહેફીલ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી સાગરભાઈ મનોજભાઈ ડાભી (રહે. રાજકોટ), અક્ષીતભાઈ દિનેશભાઈ વેકરીયા (રહે.પાળ ગામ તા.લોધીકા), ઓમ કિશોરભાઈ ધરડુસીયા (રહે. રાજકોટ), વિરાજ કિશોરભાઈ ધરડુસીયા (રહે. રાજકોટ), પાર્થ પ્રફુલભાઈ મારવીયા (રહે. રાજકોટ), મીત જીતેન્દ્રભાઈ સરસરીયા (રહે. રાજકોટ), વત્સલભાઈ ચંદ્રેશભાઈ સખીયા (રહે. દાળીયા ગામ તા.ગોંડલ), મંથન અશ્ર્વિનભાઈ ગોંડલીયા (રહે. વાડાધરી તા.ગોંડલ), હર્ષ રમેશભાઈ પીપળીયા (રહે. રાજકોટ), પ્રીન્સ અરવિંદભાઈ હાપલીયા(રહે.રાજકોટ), અંચિત રમેશભાઈ વેકરીયા (રહે. રાજકોટ), કુશ હિરેનભાઈ વસોયા (રહે. રાજકોટ), નિકુંજ ભવાનભાઈ ટીલાળા (રહે. પાળ ગામ, તા.લોધીકા), ફેનીલ મનીષભાઈ સોજીત્રા (રહે.રાજકોટ),મીત શૈલેષભાઈ ટીલાળા (રહે. પાળગામ તા.લોધીકા), જેનીશ મુકેશભાઈ ટીલાળા (રહે. પાળ ગામ તા.લોધીકા), અભીષેક વિનોદભાઈ દોંગા (રહે. રાજકોટ), મિલન લલીતભાઈ તંતી (રહે. પાળગામ તા.લોધીકા), રાજ મુકેશભાઈ વસોયા (રહે.પાળગામ તા.લોધીકા), હર્ષ મનીષભાઈ વેકરીયા (રહે. રાજકોટ), અર્જુન મુકેશભાઈ મુંગરા(રહે.રાજકોટ), બીપીન દેવજીભાઈ ભલાળા (રહે. રાજકોટ), દીપ ઘનશ્યામભાઈ દોમડીયા (રહે. હડમતીયા એથીઝ ફાર્મ હાઉસ તા.તાલાલ મુળ રહે. જુડવડલી તા.ગીરગઢડા)ને નશાની હાલતમાં ઝડપી લઈ દારૂની બોટલ નંગ 7, મોબાઈલ નંગ-25, ફોરવ્હીલ-4 સહિત રૂા.41,30,660નો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડાની કાર્યવાહી પીઆઈ જે.એન. ગઢવીના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ પી.વી. ધનેશા, એએસઆઈ આર.પી. ડોડીયા, પી.કે.કાગડા, કે.બી. વાદી, હે.કોન્સ. ડી.બી. ગાધે,પો.કો. સિધ્ધરાજસિહ પરમાર, મયુરસિંહ ગોહિલ, શૈલેષભાઈ સોસા તથા મેણસીભાઈ જાદવ સહિતના દ્વારા કરવામાં આવી હતી.

ગીર સોમનાથના ફાર્મ હાઉસ દારૂ-જુગારની મહેફિલ માટે હોટ ફેવરિટ

ગીર સોમનાથના જિલ્લાના અને ખાસ કરીને તાલાળા તરફના ફાર્મ હાઉસ પિકનિકની સાથે સાથે દારૂ-જુગારની મહેફિલ માટે પણ હોટ ફેવરિટ હોય તેમ દોઢેક મહિના પહેલા જ સુરવા ગીર ગામની સીમમાં આવેલ ગીર મેંગો વેલી ફાર્મમાં જિલ્લા એલ.સી.બીએ તાલાલા પોલીસને પોલીસને ઉંઘતી રાખી જુગારધામ ઉપર ત્રાટકીફાર્મ હાઉસ સંચાલક સહિત 10 પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા અને 58,000 રોકડ, 4 કાર, 18 મોબાઇલ કબજે કરી કુલ 21.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ ફાર્મ હાઉસમાં એસએમસીએ દરોડા પાડી જુગારની મહેફિલ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application