હાપા માર્કેટીંગ યાર્ડમાં મંગળવારે મગફળીની ૧૬ હજાર ગુણી આવક થતા બુધવારના રોજ મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે જયારે બુધવારના રોજ વ્હાઇટ ગોલ્ડ(કપાસ)ની મબલક આવક થવા પામી છે ૨૨૨૦૦ મણ કપાસની આવક થતા હાપા યાર્ડમાં જાણે સફેદ ચાદર પથરાઇ ગઇ હોય તેવું દેખાઇ રહ્યું હતું કલોંજીના મણના ભાવ ૪૦૦૦ થી ૪૯૦૫ જયારે ડુંગળીના ભાવ બુધવારે પણ ૫૦ થી ૨૧૦ સુધી બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૧૫ થી ૪૬૦, ઘઉં ૪૮૩ થી ૫૪૫, અળદ ૧૦૨૫ થી ૧૨૭૫, વાલ ૩૦૦ થી ૫૪૦, મેથી ૯૦૦ થી ૧૦૯૫, ચણા ૯૦૦ થી ૧૦૮૯, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૬૩૦, મગફળી જીણી ૯૦૦ થી ૧૨૭૦, મગફળી જાડી ૮૫૦ થી ૧૧૮૦, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૪૨૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૬૯૫, એરંડા ૧૧૦૦ થી ૧૩૧૩, તલી ૧૭૦૦ થી ૨૫૦૫, રાયડો ૧૦૫૦ થી ૧૩૧૫, લસણ ૪૭૫ થી ૯૪૫, કપાસ ૧૦૦૦ થી ૧૫૦૦, જીરૂ ૩૩૦૦ થી ૪૦૨૦, અજમો ૧૪૫૦ થી ૩૨૦૫, અજમાની ભૂસી ૫૦ થી ૨૦૯૦, ધાણા ૬૦૦ થી ૧૫૩૫, મરચાં ૪૦૦ થી ૨૯૦૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૧૦, સોયાબીન ૭૦૦ થી ૯૦૦, વટાણા ૫૦૦ થી ૬૫૫, કલોંજી ૪૦૦૦ થી ૪૯૦૫ સુધીના ભાવ બોલાયા હતા મંગળવારે કુલ જણસ ૩૭૬૬૮ મણ ગુણી ૧૪૬૯૯ જે ૭૯૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કલોંજી બીજા ક્રમાંકે જી અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા.