જામનગર, દરેડ-ચેલા વિસ્તારમાં કુલ ચાર સ્થળે જુગાર અંગે પોલીસે દરોડા પાડીને ૨૩ જુગારીઓને પકડી લીધા હતા જેમાં ચેલા ગામ પાસે પાના ટીંચતા પાંચ શખ્સો રોકડ, વાહન મળી ૧૯.૮૧ લાખના મુદામાલ સાથે ઝપટમાં આવ્યા હતા, પાણાખાણમાં ૯ જુગારી, લાલવાડીમાં ૪ અને દરેડ જીઆઇડીસીમાં ૫ પકડાયા હતા.
જામનગર પંચકોશી-બીના પીઆઇ વી.જે. રાઠોડની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના જયપાલસિંહ, રાજદીપસિંહ તથા નિર્મળસિંહને સંયુકત બાતમી મળેલ કે ચેલા ગામ પાસે પમ્પની બાજુમાં ઇલાઇટ પોલી બ્રાસ નામના કારખાનાની સામે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા જડેશ્ર્વર પાર્ક શેરી નં. ૨ના વેપારી મહેન્દ્ર મનજી પરમાર, ગોકુલદર્શન-૩માં રહેતા અભ્યાસ કરતા ધર્મેશ ડાયાલાલ પરમાર, બાબુ અમૃતના વાડા પાસે રહેતા વેપાર કરતા લાલજી રામજી પરમાર, લાલવાડી શાંતીવન સોસાયટી શેરી નં. ૬માં રહેતા દિપક કાનજી કટેશીયા અને મયુરગ્રીન સોસાયટી-૬માં રહેતા રાજેશ જીવા કણજારીયા નામના શખ્સને ૮૦ હજારની રોકડ, પાંચ મોબાઇલ, એકસેસ બાઇક અને સ્કોર્પીયો ફોરવ્હીલ મળી કુલ ૧૯.૮૧ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં સીટી-સી ડીવીઝન પીઆઇ ડાભી, પીએસઆઇ બરબસીયાની સુચનાથી ઉધોગ ચોકીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ હકીકત આધારે ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૧૦ના ખુણા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાણાખાણ શેરી નં. ૧૦માં રહેતા ક્રિષ્ના રામાનંદસીંગ યાદવ, જીતેન્દ્ર ઘોડા સાવ, અરવિંદસીંગ નંદસોરસીંગ યાદવ, બિજેન્દ્ર સુદામાસીંગ કુશવાહ, સોનુકુમાર સુરેશ રવાની, સંજીતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્રરાવ બિહારી, નંદકિશોરરામ પ્રભુનાથ વ્યાસ અને સરવન નનીસાવ બિહારીની અટકાયત કરી ૧૧૦૭૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.
ત્રીજા દરોડામાં શહેરના લાલવાડી સોસાયટી, અન્નપુર્ણા માતાના મંદિરથી આગળ કોળીવાસમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા કોળીવાસના રાજેશ સોમા મકવાણા, જાગનાથપાર્કના દિનેશગીરી રમણીકગીરી ગોસાઇ, સૈફી ઢાળીયા પાસે રહેતા યુસુફ ઉર્ફે રાજુ કાદર ગજાઇ અને કોળીવાસના ટીડા બાબુ પરસોડાને પકડી પાડી ૭૦૭૦ની રોકડ અને પાસા જપ્ત કર્યા હતા.
ચોથા દરોડામાં દરેડ જીઆઇડીસી ભૈરવનાથ ચોક સામે ખુલ્લા પ્લોટમાં તિનપતીનો જુગાર રમતા મુળ યુપીના હાલ દરેડ કનસુમરા પાટીયે ખોલીમાં રહેતા અખીલેશ બાબુલાલ સાહુ, શંકરટેકરીના ભુપેન્દ્ર રામકુમાર કુશવાહ, દરેડના રાજુ મુના રાજભર, વિજય લલન કુશવાહ, જીઆઇડીસી ફેસ-૩માં રહેતા ડબલુ ઉમાશંકર રાજભર નામના પરપ્રાંતીય શખ્સોને રોકડા ૧૧૧૯૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.