રાયના પોલીસ બેડામાં ૨૩૪ બીનહથીયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરને તાજેતરમાં મળેલા પીઆઈના પ્રમોશન બાદ તમામની ગઈકાલે બદલી કરવામાં આવી છે. મહત્તમ પીઆઈને જિલ્લ ા બહાર લાંબા અંતરે પોસ્ટીંગના નવા સ્થળ પ્રા થયા છે. રાજકોટ ગ્રામ્યમાંથી ૧૧ પીઆઈ બદલાયા છે અને નવા ૧૨ આવ્યા છે. જયારે રાજકોટ શહેરના ૭ પીઆઈની બદલી અને ૩ નવા ચહેરા શહેર પોલીસ દળમાં ઉમેરાયા છે. પોલીસ ડીપાર્ટમેન્ટમાં ૨૦૧૩ની બેચના ૨૩૪ પીએસઆઈને ગત ૧લી ઓગષ્ટ્રે પીઆઈના પ્રમોશન અપાયા બાદ હાલના ફરજ સ્થળે જ રાખવામાં આવ્યા હતા. આ તમામ નવા પીઆઈની સાગમટે ગઈકાલે રાયના ગૃહ વિભાગ દ્રારા બદલી કરવામાં આવી હતી. ડીવીઝન બહાર બદલી થશેના ગાજતા મુદ્દા અનુસાર ઓનપેપર નહીં પરંતુ આડકતરી રીતે મહત્તમ પીઆઈની જિલ્લ ા બહાર લાંબા અંતરે નવી નિમણુકં આપવામાં આવી છે. પીઆઈના પ્રમોશનમાં હરખની સાથે ૨૦૦–૩૦૦ કિલોમીટર કે તેથી વધુ અંતરે નવા સ્થળે પરિવારને છોડીને ફરજ પર જવાનો થોડો રજં કે કચવાટ પણ હશે.
બદલાયેલા અને નવા મુકાયેલા પીઆઈમાં રાજકોટ ગ્રામ્યના મહીપાલસિંહ ઝાલા અરવલ્લ ી, કુલદીપસિંહ ગોહીલ સુરત શહેર, રાજદીપસિંહ ગોહીલ ખેડા, વલ્લ ભ કનારા દાહોદ, સિધ્ધરાજસિંહ રાણા દાહોદ, સંદીપ રાદડીયાને પણ દાહોદ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલીપકુમાર બળવાને મહેસાણા, જયદીપસિંહ ઝાલાને ગાંધીધામ, રમેશ જારીયાણી બનાસકાંઠા, એચ.બી.ધાંધલીયાની પણ બનાસકાંઠા, વિપુલ કોઠીયાની દેવભુમી દ્રારકામાં બદલી થઈ છે. જયારે રાજકોટ ગ્રામ્યમાં નવા આવેલા ૧૨ પીઆઈમાં ભરૂચથી ભાવેશ પટેલ, વડોદરાથી લાખાભાઈ નકુમ, ગાંધીધામથી રવિરાજસિંહ રાણા, મહેસાણાથી જનકસિંહ રાવ, છોટા ઉદેપુરથી ઉદેસિંહ ડામોર, ભાવનગરથી રોહીત વાઢીયા, અમરેલીથી દર્શકકુમાર મજીઠીયા, વડોદરાથી શોભનાબેન પરમાર, સીઆઈડી ક્રાઈમમાંથી સંજય શર્મા, વડોદરા ગ્રામ્યમાંથી મયુર ચૌહાણના પોષ્ટ્રીંગ થયા છે.
રાજકોટ શહેરમાંથી પી.એલ.ધામા ભાવનગર, અમરદીપસિંહ પરમાર ગાંધીધામ, ભુપેન્દ્રસિંહ ઝાલા દાહોદ, અફરોજબાનુ ખોખર જામનગર, ફરીદાબેન ગંગાણીયા જુનાગઢ, ધવલ સાકરીયા સાબરકાંઠામાં મુકાયા છે. જયારે દાહોદથી મનોજ ડામોર, ભરૂચથી હરેશ પટેલ અને ખેડાથી મયુર પ્રકાશ ભાટીની બદલી રાજકોટ શહેરમાં થઈ છે. આ ઉપરાંત મોરબી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી સહિતના શહેર જિલ્લ ાના અધિકારીઓનો બદલીમાં સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech