નવા વર્ષના આરંભે શકુનિ ચાલ એવા ઘોડીપાસાની શતરંજના ખૈલાયા ઉપર મધરાત્રિના માહોલમાં મસગુલ રહેલ બે ડઝન જેટલા ઉપર ત્રાટકી તમામને દબોચી કુલ ૧૯,૦૬,૨૦૦ નો મુદામાલ એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા પોલીસે કબ્જે કર્યો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જીલ્લામાંથી જુગાર જૂવી અસામાજિક પ્રકારની બદીને નેસ્ત નાબુદ કરી સફળ રેડો કરવા સબબ કરેલ સુચના અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.જે.સરવૈયાના માર્ગદર્શન પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી તથા વી.એન.શીંગરખીયા એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાની અલગ અલગ ટીમો સાથે સતત ટેકનીકલ તેમજ હ્યુમન સોર્શિસથી સફળ કેસો શોધી કાઢવા સતત કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, લાખાભાઇ પીંડારીયા. ફુલદિપસિંહ જાડેજાનાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ મધ્યરાત્રીના સમયે જ કુરંગા ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસા જેવી પૈસાની હારજીતનો જુગાર રમતા દ્યૂત પ્રિય લોકો ઉપર ત્રાટકી નિયમોનુસાર કુલ -૨૪ જેટલા જામનગર દ્વારકા જિલ્લાના ઇસમોને રોકડ રૂપિયા ૬,૭૦,૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૯૬૦૦૦ તથા ફોરવ્હીલ કાર નંગ-૪ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦ તથા મો.સા. નંગ- ૨ કિ.રૂ. ૪૦,૦૦૦ તથા પાસા વિગેરે જેવા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.૧૯,૦૬,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં માયાભાઈ ગોપાલભાઈ ધારણી રહે.કુરંગા વાડી વિસ્તાર, લાખાભાઈ દલુભાઈ ધારાણી રહે. યાદવનગર પાછળ જામનગર, સંજયભાઇ હરદાસભાઇ માતકા રહે. નરસંગ ટેકરી, દ્વારકા, સુનિલભાઇ કરસનભાઇ ભાટિયા રહે. યાદવનગર, જામનગર, સાજણભાઇ નાથાભાઇ મૂન રહે. મહાદેવ નગર જામનગર, કચરાભાઇ ઉર્ફે કિશનભાઈ લગધીરભાઇ સંધિયા રહે. મહાદેવનગર જામનગર, પેથાભાઇ ભીમાભાઇ મતકા રહે. નરસંગ ટેકરી, દ્વારકા, જનકભાઇ બાબુભાઇ પાંડાવદરા રહે.આવડપરા દ્રારકા, જયેશભાઇ પ્રવીણભાઇ માતંગ રહે.
એરફોર્સ જામનગર, કિશોરભાઇ ઉર્ફે કિરીટભાઇ મનસુખભાઇ ઘુચલા રહે. ખોડીયાર કોલોની, જામનગર, બાબુભાઇ દેવાભાઈ કનારા રહે.ડીફેન્સ કોલોની, જામનગર ઉમેદભાઈ નાકાભાઈ સુરાણી રહે.સરમત પાટીયા તા.જી.જમનગર, રાજુભાઇ દેવશીભાઈ રવશી રહે.રેતવા પાડો, દ્રારકા, પરેશભાઈ ઈશ્વરભાઈ મારું રહે. ખારવા ચકલા, જામનગર, રાજુભાઇ જીવાભાઈ લઢેર રહે. મહાવીર સોસાયટી જામનગર, આસીફભાઇ ઉર્ફે ફુલવાલા ઇશાભાઇ ફુલવાલા રહે.લીંડી બજાર જામનગર, અલ્ફેશભાઇ ઇબ્રાહિમભાઇ અમરેલીયા રહે.
બ્લોચ ઢાલની કમાન, જુનાગઢ, મયુરભાઇ બુધાભાઈ ટોયટા રહે.પંચેશ્વર ટાવરરોડ જામનગર, ફારૂકભાઇ હુશેનભાઇ ઉડીયા રહે. રણજીત સાગર રોડ, જામનગર, કલ્પેશભાઇ દિલીપભાઇ કારીયા રહે. જલારામ સોસાયટી, દ્વારકા, અલ્તાફભાઇ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા રહે. રણજીતસાગર રોડ, જામનગર, રફીકભાઇ નુરમામદભાઇ શેખ રહે. અલ સફા સોસાયટી જામનગર, હનીફભાઇ ગફારભાઈ કાસ રહે. નેશનલ સોસાયટી જામનગર, આદમભાઇ હુશેનભાઇ સંધાર રહે.સરમત ગામ તા.જી. જામનગરનો સમાવેશ થાય છે.