BREAKING NEWS

243 કિલોની માછલી ૨૯ કરોડમાં વેચાઈ

  • January 08, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનના પ્રખ્યાત માછલી બજારમાં 243 કિલોગ્રામની માછલીની હરાજી કરવામાં આવી અને તેને રેસ્ટોરન્ટ ચેઈન ચલાવતી સુશી કંપનીએ 29 કરોડ રૂપિયામાં ખરીદી. જાપાનની રાજધાની ટોક્યોમાં વર્ષના પહેલા દિવસે એક બ્લુફિન ટુના માછલીની હરાજી કરવામાં આવી હતી. આ માછલી 510 મિલિયન યેનમાં વેચાઈ હતી, જે ભારતીય ચલણમાં 29 કરોડ રૂપિયાથી થોડી વધુ કિંમત છે.

જ્યારે પણ કોઈ વસ્તુ આટલી મોંઘી વેચાય છે, ત્યારે લોકોના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે તેમાં શું ખાસ હતું કે કોઈએ તેના માટે આટલી કિંમત ચૂકવી. સુશી અને સાશિમીમાં આ માછલીની ખૂબ માંગ છે. તેનો સ્વાદ ખૂબ જ સારો છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી ગણાય છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને ઘણા વિટામિન હોય છે. વર્ષના પહેલા હરાજીમાં તેને ખરીદવી તે ખૂબ જ નસીબદાર પણ માનવામાં આવે છે, જેના કારણે તેની કિંમત આટલી ઊંચી જાય છે. મજાની વાત એ છે કે રેસ્ટોરન્ટ ચેઈન તે માછલીથી બનેલી વાનગી પોતાના ગ્રાહકોને વધુ ભાવ લઈને વેચાતી નથી. તે અન્ય સામાન્ય ટુનાના ભાવે જ વેચે છે. આમ કરવાથી તેમને આર્થિક નુકસાન જાય છે પણ પ્રતિષ્ઠા મળે છે.

આ વર્ષની પહેલી હરાજીમાં, બ્લુફિન ટુના એટલી ઊંચી કિંમતે વેચાઈ હતી કે તેણે અગાઉના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. 2019 માં, 278 કિલોગ્રામનું બ્લુફિન ટુના લગભગ 19 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. ગયા વર્ષે, તે જ 276 કિલોગ્રામની બ્લુફિન ટુના 12 કરોડમાં વેચાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application