BREAKING NEWS

સલાયામાં ૨૫ ગેરકાયદેસર વીજજોડાણ ઝડપાયા, ૯ લાખનો દંડ ફટકાર્યો

  • May 21, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં ૨૫ ગેરકાયદેસર વીજજોડાણ ઝડપાયા, ૯ લાખનો દંડ ફટકાર્યો

સલાયામાં મરીન પોલીસ અને પીજીવીસીએલ ખંભાળિયા દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપી જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન ૨૫ ગેરકાયદેસર વીજજોડાણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

વીજચોરી કરનારાઓને કુલ ૯ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે સલાયા વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો પોતાના ઘરને તાળા લગાવીને નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા સામૂહિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સલાયા વિસ્તારમાંથી વીજચોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. આ કામગીરીમાં સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ. ચાવડા, સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા અને અન્ય સ્ટાફ જોડાયા હતા. પીજીવીસીએલ તરફથી સર્કલ ઓફિસર નકુમ અને તેમનો સ્ટાફ પણ આ અભિયાનમાં સામેલ હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News