BREAKING NEWS

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કુલ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

  • September 21, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરના અને રજીસ્ટ્રેશન/લાયસન્સ વગરના કુલ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં નંબર પ્લેટ વગરના તેમજ રજીસ્ટ્રેશન અને લાયસન્સ વગરના કુલ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.આ દરમિયાન નંબર પ્લેટ વગરના તથા જરૂરી દસ્તાવેજો વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરી સીટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ PSI એમ.એચ. મહેતા, હનુમાન ગેટ ચોકીના PSI જે.એસ. ગોવાણી, પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application