BREAKING NEWS

મોરબી-હળવદમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૨૮ ઝડપાયા, રૂ ૭૫ હજારની રોકડ જપ્ત

  • August 27, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબી અને હળવદ પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો હોય પોલીસે ચાર સ્થળોએ રેડ કરી મહિલાઓ સહીત ૨૮ પત્તાપ્રમીઓને ઝડપી લઈને રૂ ૭૫ હજારની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી..પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર વૃંદાવન રેસીડેન્સી આસ્થા એ એપાર્ટમેન્ટ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા પીયુષભાઈ ડાયાભાઇ ભટાસણા, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી, નિકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા, સંજય મહાદેવભાઈ બારૈયા, ભરત શીવાભાઈ પરેચા, દિપાલબેન નીકેતાનભાઈ સાધરીયા, જલ્પાબેન જોનીભાઈ વાછાણી, શર્મીલાબેન સંજયભાઈ બારૈયા, મિતલબેન પીયુષભાઈ ભટાસણા અને નિધીબેન મુકેશભાઈ મણવર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે
બીજી રેડ બી ડીવીઝન પોલીસે વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશ મનસુખભાઈ મકવાણા, તુલસી છગનભાઈ ચૌહાણ, જીજ્ઞેશ મનસુખભાઈ મકવાણા, આકાશ દિનેશભાઈ બોસીયા, સુમિત જેન્તીભાઈ સારેસા, કિશોર બાબુભાઈ જાવદ અને દીપક રવજીભાઈ ચૌહાણ એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૬૫૦ જપ્ત કરી છે
 ત્રીજી રેડ મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામની સીમમાં જુના આરટીઓ સામે કરી હતી જાહેરમાં જુગાર રમતા મહેબુબશાહ બાપુશાહ શાહમદાર, અબ્દુલ ઈસ્માઈલ ખોખર, આશીફ કરીમ પઠાણ, મુનીર અકબર રાઉંમાં, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર, સોકત વલી બાંભણીયા અને ઈસ્માઈલ અલારખા ચાનિયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે
ચોથી રેડ હળવદ પોલીસે દિઘડીયા ગામે કરી હતી વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા નગીનભાઈ ઉર્ફે અંબારામભાઈ છનાભાઇ ક્વાદૈયા, ધરમશીભાઈ ઘોઘાભાઈ ઉર્ફે વેરશીભાઈ ગડેસા, પોલાભાઈ વેરશીભાઈ ઉર્ફે ઘોઘાભાઇ ગડેસા અને હીરાભાઈ ગોરધનભાઈ ગડેસા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૪૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application