જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂ અંગે ૩ સ્થળે દરોડા પાડ્યા હતા, અને ૩ આરોપીઓની અટકાયત કરી લઈ ૫૪ નંગ ઇંગલિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે એક આરોપીને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત બે સ્થળે દેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર- કાલાવડ હાઈવે રોડ પર સુરસાંગડા ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી કાર નં. જીજે૧આરઇ-૯૧૨૩ લઈને નીકળેલા લોધીકાના વડવાજડી ગામના ગૌતમ સુરેશભાઈ જાદવ અને નાના ભડલા, હાલ વજવાવડીમાં રહેતા મહેન્દ્ર હેમુભાઇ દેગામાને પોલીસે અટકાયતમાં લઈ ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલ જપ્ત કરી હતી તેમજ કાર સહિત ૨,૬૨ લાખની માલમતા કબજે કરી છે.
જામનગરમાં શંકર ટેકરી વણકર સમાજની વાડી પાછળ રહેતા દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખ ચૌહાણના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી ૬ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ સાથે આરોપી દિવ્યેશ ચૌહાણની પોલીસે અટકાયત કરી લીધી છે.
આ ઉપરાંત શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા સાહીલ ઉર્ફે ગોપાલ કૈલાસભાઈ ગોહિલના ભોગવટાના મકાને સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો જેમાં ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલ મળી હતી, જયારે આરોપી ફરાર થઇ ગયો હોય તેની શોધખોળ આદરી છે.
આ ઉપરાંત જામનગરના મહાકાળી સર્કલ પાસે આવેલ ભકિતનગરમાં લાખીબેન હરભમ નરાના મકાને પોલીસે દરોડો પાડીને ૧૦ લીટર દેશી દારૂ અને ૪૦ લીટર આથો કબ્જે કર્યો હતો, જયારે શહેરના સાતનાલા હનુમાન ટેકરી પાટા પાસે રહેતા હુશેન ઉર્ફે મુન્નો હબીબ દલના ભોગવટાના મકાને એલસીબીએ દરોડો પાડી ૨૦ લીટર દેશી દારૂ અને ૪૦૦ લીટર આથો કબ્જે કર્યો હતો.