બજારમાં લીચીની સીઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ કૃત્રિમ રંગ અને કેમિકલવાળી નકલી લીચીની ઓળખ કરવી જરૂરી છે
નકલી લીચી કેવી હોય છે?
ઇન્જેક્શન અને કલરનો ઉપયોગ
લીચીને ઝડપથી પકવવા માટે કેમિકલના ઇન્જેક્શન આપવામાં આવે છે અને ઉપરથી લાલ રંગ છાંટવામાં આવે છે.
અંદરથી સડેલી
આવી લીચી બહારથી એકદમ આકર્ષક અને લાલચોળ દેખાય છે, પરંતુ છોલ્યા પછી અંદરથી કાળી અને સડેલી નીકળે છે.
કીડા
કુદરતી લીચીમાં ઘણીવાર નાના કીડા જોવા મળે છે, પરંતુ કેમિકલવાળી લીચીમાં કીડા નથી હોતા અને તે ખૂબ ઝડપથી સડી જાય છે.
અસલી અને નકલી લીચી ઓળખવાની ૩ સરળ ટ્રીક
રંગ પરથી ઓળખો
કુદરતી લીચીનો રંગ મિશ્રિત હોય છે
જેમ કે ગુલાબી, લાલ, કથ્થઈ (ભૂરો) અથવા આછો લીલો.
કેમિકલવાળી લીચી અતિશય ચમકદાર, ગ્લોસી અને સંપૂર્ણપણે એક જ સરખી લાલચોળ દેખાય છે.
સુગંધ અને સ્વાદ ટેસ્ટ
અસલી લીચીમાં તેની સુગંધમાં કુદરતી મીઠાશ હોય છે. નકલી લીચીમાં કોઈ સુગંધ નથી હોતી.
ટેસ્ટ કરવાની ટ્રીક
દુકાનદાર જે લીચી ખાવા માટે આપે તેના બદલે ઢગલામાંથી બીજી કોઈ લીચી જાતે ઉપાડીને ચાખો. અસલી લીચી રસદાર અને મીઠી લાગશે, જ્યારે કેમિકલવાળી લીચી સ્વાદહીન કે કડવી લાગશે.
પાણી અને ટિશ્યુ પેપર ટેસ્ટ
પાણીનો ટેસ્ટ
લીચીને પાણી ભરેલા ગ્લાસમાં નાખો, જો તેના પર આર્ટિફિશિયલ કલર હશે તો તે છૂટો પડી જશે અને પાણીનો રંગ બદલાઈ જશે.
ટિશ્યુ પેપરનો ટેસ્ટ
એક ટિશ્યુ પેપરને સહેજ ભીનું કરીને લીચી પર ઘસો. જો ટિશ્યુ પેપર પર લાલ રંગ આવી જાય, તો સમજી લેવું કે લીચી નકલી છે.
જો તમે આ સીઝનમાં લીચી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઉપર જણાવેલી ટ્રીક ચોક્કસ અજમાવો.