BREAKING NEWS

બોટાદના રાણપુર હાઈવે પર ટ્રક અને ઈકો વચ્ચેની ભયાનક ટક્કરમાં 3ના કમકમાટીભર્યા મોત

  • January 31, 2026 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદ જિલ્લાના રાણપુર નજીક આજે એક રક્તરંજિત અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે ઈકો કારને એવી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા એક માસૂમ બાળકના તરફડિયા જોઈને પથ્થર દિલના માણસની પણ આંખમાં આસુ આવી ગયા હતા.


ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કાર લોખંડના ગંજમાં ફેરવાઈ ગઈ હતી. ટક્કર લાગતાની સાથે જ કારમાં સવાર મુસાફરો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લાશો રઝળતી જોવા મળી હતી. સૌથી વધુ પીડાદાયક દ્રશ્ય એક માસૂમ બાળકનું હતું, જે ગંભીર ઈજાઓને કારણે રસ્તા પર લોહીથી લથબથ હાલતમાં મદદ માટે તરફડિયા મારી રહ્યું હતું.


બચાવ કામગીરી
સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ કાળના પંજામાંથી ૩ લોકોને બચાવી શકાયા નહોતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News