BREAKING NEWS

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવમાં ૩ લાખ લોકોએ લીધો ભાગ

  • December 26, 2025 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા અને ખેલો ઇન્ડીયાના આહવાનને થનગનાટ સાથે ઝીલી લેનારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને આમરણ ચોવીસીના બે લાખથી વધુ રમતવીરો છવાઈ ગયા હતા. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવના ભવ્ય સમાપન સમારોહમાં ખેલાડીઓનો ઉત્સાહ અને હજારો દર્શકોના પ્રોત્સાહનથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું-નગરજનોની અભિનંદન વર્ષાએ ઉત્સવને જાજરમાન બનાવ્યો. યુવા ભાઇઓ બહેનોએ ત્રણ મહિનાની સ્પર્ધાઓમાં ખેલદીલી અને વિશ્વાસના સેતુ સાથે મહોત્સવને બનાવ્યો મહામહોત્સવ.


અટલ નેતૃત્વ અવિરત વિકાસના સૂત્ર સાથે વાજપેઇજીની જયંતિએ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ સાર્થક કરનાર યુવા કૌશલ્યના સન્માનનો અવસર ઐતિહાસીક અને યાદગાર બન્યો તેમજ ગ્રામ્ય કક્ષાએથી શહેરી વિસ્તાર સુધીની વિવિધ રમતોની સ્પર્ધાઓએ અભૂતપુર્વ અને જોમવંતો માહોલ બનાવ્યો હોવાનું જણાવતા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ.


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા અને ખેલી ઇન્ડીયાના આહવાનને સતત ત્રણ મહિના સુધી સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે લાખથી વધુ રમતવીરોએ હોંશે હોંશે અને થનગનાટપુર્વક ઝીલી લીધા બાદ યોજાયેલા ભવ્ય સમાપન સમારોહ વખતે ખેલાડીઓના ઉત્સાહ અને હજારો દર્શકોના પ્રોત્સાહનથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતુ. આ સાંસદ ખેલ મહોત્સવની નોંધપાત્ર બાબત એ રહી હતી કે યુવા ભાઈઓ બહેનોએ ત્રણ મહિનાની સ્પર્ધાઓમાં ખેલદીલી અને વિશ્વાસના સેતુ સાથે આ મહોત્સવને મહામહોત્સવ બનાવ્યો હતો.


ત્યારે આ અવિસ્મરણીય પ્રસંગે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય  પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ કે આજે તારીખ ૨૫ ડીસેમ્બરના રોજ  અટલજીની જયંતિ અને આદરણીય વડાપ્રધાનના ફીટ ઇન્ડીયા અને ખેલી ઇન્ડીયાના દુરંદેશીભર્યા આહવાનને સાર્થક કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના રમતવીરોએ આ મહોત્સવને મહામહોત્સવ બનાવ્યો, સાથે સાથે ગ્રામ્ય કક્ષાએથી, નગર, તાલુકા અને શહેર કક્ષાના આ રમતોત્સવમાં યુવા ભાઇઓ બહેનોનો અભૂતપુર્વ ઉત્સાહ જોવા મળ્યો હોઇ યાદગાર ઉત્સવ બની ગયો તેમજ આજે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હજ્જારોની મેદનીએ સૌ સ્પર્ધકોનો ઉત્સાહ બમણો કર્યો હોઇ સમગ્રપણે વિજેતાઓને બિરદાવવાના આ પ્રસંગને સૌએ ઐતિહાસીક અને યાદગાર બનાવ્યો છે.

​​​​​​​

આપણા સૌના નિરંતર પથદર્શક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પેરણાથી દેશના તમામ સંસદીય ક્ષેત્રોમાં તા.૨૩/૦૯/૨૦૨૫ થી સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો, તે અંતર્ગત ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા તેમજ આમરણ ચોવીસીના વિસ્તારને આવરી લેતા આ લોકસભા ક્ષેત્રના આ સાંસદખેલ મહોત્સવના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સાંસદ પુનમબેન માડમ દ્વારા તા.૨૯/૦૮/૨૦૨૫ ના "નેશનલ સ્પોર્ટસ ડે" ના દિવસે કર્ટેન રેઈઝન કાર્યક્રમ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ મહોત્સવને ઉમળકાભેર ખૂબ જ શ્રેષ્ઠ પ્રતિભાવ મળ્યો હતો.


ત્યારબાદ પ્રથમ ચરણમાં તા.૨૩/૦૯/૨૦૨૫ ના રોજ ઓશવાળ સેન્ટર, જામનગર ખાતેથી આ સાંસદખેલ મહોત્સવનો સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવોેના હસ્તે શુભારંભ કરાયેલ હતો.


અને બીજા ચરણમાં તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ જામનગર-દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લાના આમરણ ચોવીસી વિસ્તારના ગામો મળી કુલ-૫૦૦ થી વધુ જેટલા ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ વિવિધ સ્થળોએ ઉત્સાહભેર શાળાના બાળકો, ગ્રામજનો ભાઈઓ-બહેનો સીનીયર સીટીઝન સહીત સૌ એ આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો અને ત્રીજા ચરણમાં નિર્ણાયક તબકકે તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા.૨૪/૧૨/૨૦૨પ દરમ્યાન વિવિધ રમતોનું ઝોન/તાલુકા અને લોકસભા કક્ષાએ સફળતાપૂર્વક સ્પર્ધાઓ યોજાઇ હતી તેમજ જેમજેમ સ્પર્ધાઓ આગળ વધી તેમ તેમ સમગ્ર સંસદીય ક્ષેત્રમાં યુવા ભાઈ બહેનો છવાઈ ગયા હતા આ ખેલ મહોત્સવમાં મહીલા વિભાગની જુદી જુદી રમતોમાં ૨૬૭ ટીમો અને પુરૂષ વિભાગમાં ૧૦૭૬ ટીમો મળી કુલ-૧૩૪૩ ટીમોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું હતુ તેમજ આ ટીમ ઇવેન્ટસ સિવાયની વ્યક્તિગત સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા હતા.



ઉલ્લેખનીય છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં અન્ય લોકસભાક્ષેત્રની સામે જામનગર લોકસભા અગ્રેસર રહયુ હતું જે અંતર્ગત ૨,૩૫,૦૦૦ હજારથી વધુનું રજીસ્ટ્રેશન થયું હતું. ઉપરાંત જુદી જુદી શાળા, વોર્ડ અને ગ્રામ્ય કક્ષાએ ૬૫૦૦૦ થી વધુ વિધાર્થી, બાળકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી ૩ લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઇ સમગ્ર મહોત્સવને મહામહોત્સવ બનાવ્યો હતો.


આ ભવ્ય સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓનું મહાનુભાવોના  હસ્તે શીલ્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે યુવા સ્પર્ધકો સહિત ઉપસ્થિત જનમેદનીએ સાંસદ ખેલ મહોત્સવના લોગો વાળા ટી શર્ટ કેપ વગેરે. પરીધાન કર્યા હોય સમગ્ર પ્રદર્શનગ્રાઉન્ડમાં સૌ ની ઉપસ્થિતિનો માહોલ યુનિફોર્મ રંગબેરંગી બની રહ્યો હતો. આ સમાપન સમારંભની શરૂઆતમાં ભારત રત્ન અટલજીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી બાદમાં વંદેમાતરમના ગાન સાથે સમારોહનો જાજરમાન પ્રારંભ થયો હતો અને રાષ્ટ્રગીત જન ગણ મનના ગાન સાથે આ ભવ્ય સમારોહને પુર્ણ કરવામાં આવ્યો હતો.


આ સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને  મુળુભાઈ બેરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, મહાનગર જામનગર મેયર વીનોદભાઈ ખીમસુરિયા, જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી, બ્રીજરાજસિંહ જાડેજા, મનહરભાઈ ઝાલા, ચિરાગભાઈ કાલરીયા તેમજ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જીલ્લા સહકારી બેંક ચેરમેન જીતુભાઈ લાલ, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી અને દેવભૂમિ જીલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસુભાઈ પેઢડીયા, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન, મહાનગરના કોર્પોરેટરઓ અને વિવિધ નગરપાલિકાઓના, તાલુકા અને જીલ્લા પંચાયતોના ચુંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના તેમજ મંડળોના હોદ્દેદારો સહીત વિવિધ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓના હોદ્દેદારો ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ માં અ ક્ધવેનાલ (મધર સ્પોર્ટસ)માં એથ્લેટીક્સ, કુસ્તી,વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે રમતો અને ટ્રેડીશનલ સ્પોર્ટસમાં ખો-ખો,કબડ્ડી, નારગોલ રસ્સાખેંચ, સંગીત ખુરશી વગેરેનો સમાવેશ કરાયો હતો. અને ક્રિકેટ મેચ અંગે આ સાંસદ ખેલ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં એન્ટ્રી આવી હોઇ ભાઇઓની ટીમની સ્પર્ધાઓ હજુ બે મહિના ચાલશે, દરમ્યાન બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application