દિલ્હી જંતરમંતરના વિરોધ પ્રદર્શનમાં જતાં જામનગર કોંગ્રેસના ત્રણ આગેવાનોને કરાયા નજરકેદ દિલ્હી ખાતે જંતરમંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી જઈ રહેલા જામનગરના કોંગ્રેસના ત્રણ આગેવાનોને જામનગર પોલીસે અટકાવી નજરકેદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જામનગર યુવક કોંગ્રેસના શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા), શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. તોસીફ ખાન પઠાણ અને જામનગર એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. દિલ્હી ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવવા માટે પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.