ગોંડલ રોડ પર પુનિતનગરમાં શનિવારે વહેલી સવારે પેંડા ગેંગના સાગરીત ગણાતા પરેશ ઉર્ફે પરીયા પર જંગલેશ્વર ગેંગ દ્વારા ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. આ ગુનામાં શહેર એસઓજીએ જંગલેશ્વર ગેંગના ત્રણને ઝડપી લઈ કાર, પિસ્તોલ અને કાર્ટીસ તેમજ રોકડ રકમ કબજે કરી હતી. દરમિયાન આ આરોપીઓની પૂછપરછમાં અન્ય ત્રણ શખસોના નામ ખુલતા તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ બપોરબાદ કોર્ટ હવાલે કરાશે.
ગોંડલ રોડ પર પુનિતનગરમાં પેંડા ગેંગના પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩) પર કારમાં આવેલા જંગલેશ્વરના શખસોએ મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યેા હતો. આ ગુનામાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એએસઆઇ ફિરોઝભાઈ શેખ, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ કિશોરભાઈ ઘુઘલની બાતમીના આધારે સમીર ઉર્ફે મુર્ગેા યાસીનભાઇ પઠાણ (ઉ.વ.૨૬ ધંધો. ભંગારનો રહે. એકતા કોલોની શેરી નં ૦૭ જંગ્લેશ્વર), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઇ વેતરણ (ઉ.વ.૧૯ ધંધો. અભ્યાસ રહેવાસી. જંગ્લેશ્વર શેરી નં. ૦૭ હુશેની ચોક રાજકોટ હાલ રહે. દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટી) તથા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉં.વ.૨૧,. મજુરી રહે. જંગ્લેશ્વર શેરી નં.૬ હત્પશેની ચોક)ને પકડી લઈ દેશી બનાવટની સિલ્વર તથા બ્લેક પીસ્ટલ એક ૨૫ હજારની, જીવતા કારતુસ નગં ૦૨ .૨૦૦ના તથા વર્ના કાર નંબર જી.જે.૧૩ સી.ઇ ૦૦૧૩ તેમજ રોકડા રૂપિયા ૨૭,૦૦૦ મળી રૂપિયા ૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સઘન પૂછપરછ કરતા અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા
બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતાં. જેથી તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ તથા ટીમે અન્ય આરોપી દિનેશ હકાભાઈ રીબડિયા (ઉં.વ.૨૮ રહે.જંગલેશ્વર શેરી નંબર ૧ શાળા નંબર ૭૦ની બાજુમા રાજકોટ), અકરમ ઉર્ફે અપ્પુ ઇસુબભાઇ નાથાણી(ઉ.વ.૨૩ રહે.ધાંચીવાડ શેરી નંબર ૭ નો ખુણો સ્મશાન વાળી શેરી હુશેનીભાઈના મકાનમા ભાડેથી જિલ્લા ગાર્ડન ચોક પાસે) અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમતુડો અલ્તાફભાઇ પરમાર (ઉં.વ.૨૫ રહે. વિનોદનગર આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નં.૩ કવાર્ટર નં.૨૦૦૬ પાણીના ટાંકા પાસે કોઠારીયા રોડ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીઓને બપોર બાદ કોર્ટ હવાલે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech