BREAKING NEWS

જામનગર શહેર અને ટોડા ગામમાંથી વધુ ૩ મોટરસાયકલ ચોરી

  • February 19, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લામાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ રહયો છે, અને જામનગર શહેરમાંથી તેમજ કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ ૩ મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં. ૨૩માં રહેતા વેપારી અનિલ જગુભાઈ હરવરાએ જકાતનાકા રોડ પર પોતાના કારખાના પાસે ગત તા. ૮ના રોજ પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦સીએમ-૧૧૭૮ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ તસ્કરોને શોધી રહી છે.


જયારે મુળ મચ્છુ બેરાજા અને હાલ જામનગર સરદારપાર્ક શેરી નં. ૧માં રહેતા જગદીશ વિઠ્ઠલભાઇ ખાણધરનું સ્પલેન્ડર નં. જીજે૧૦એજે-૦૯૨૦ ગત તા. ૨૩-૧-૨૬ના સમયગાળા દરમ્યાન ખંભાળીયા બાયપાસ સ્વામીનારાયણ મંદિરની દિવાલ પાસે ગોળાઇમાં રાખ્યુ હતું ત્યાથી કોઇ ચોરી કરી ગયું છે. 
​​​​​​​

 આ ઉપરાંત કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દેવેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતે પોતાના ઘરની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦એએસ-૧૪૮૪ ગત તા. ૧૭ના રોજ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News