મેળામાં પ્રથમ વાર વોકી ટોકીના ૩૦ સેટનો ઉપયોગ કરાશે

  • August 25, 2023 03:24 PM 


આગામી તારીખ પાંચ સપ્ટેમ્બર થી શ થતા લોકમેળામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ૩૦ વોકી ટોકી સેટનો ઉપયોગ કરાશે. ભીડના કારણે મોબાઈલ નો ઉપયોગ ઘણી વખત ન થઈ શકતો હોવાના અનુભવના આધારે આ વખતે આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળામાં કલેકટર હસ્તકનો (મુખ્ય કંટ્રોલ મ) ઉપરાંત પોલીસનોઆર એન્ડ બી – ઇલેકિટ્રક વિભાગનો અને કોર્પેારેશનનો કંટ્રોલમ રાખવામાં આવેલ છે.કલેકટર કચેરી હસ્તકના કંટ્રોલ મમાં ૮ કલાકની ૩ શિટ કામ કરશે. એક શિટમાં એક મામલતદાર અને અન્ય વિભાગના ૪ કર્મચારી રહેશે. વિવિધ વિભાગ પાસેથી કર્મચારીની વિગતો માંગી છે. રોટેશન પ્રમાણે ૧૦૦થી વધુ કર્મચારીના ફરજના ઓર્ડર કરાશે.
​​​​​​​
કલેકટર કચેરી હસ્તકના કંટ્રોલ મમાં રાઈડ કે વસ્તુના વધુ ભાવ લેવાતા હોય, મેડિકલ ઇમરજન્સી હોય તેવી ફરિયાદો લેવાશે, રજીસ્ટર મેઇન્ટેઇન કરાશે
આ વખતે પ્રથમ વખત કંટ્રોલમમાં ફરજનો ઓર્ડર થાય તેવા કર્મચારીઓને મેળો શ થાય તે પહેલાં જ મેળાના સ્થળે લઈ જઈ બેઝિક તાલીમ અપાશે જેથી ફરિયાદનો તુરતં નિવેડો આવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application