BREAKING NEWS

જામનગર પંથકમાં ૧૩ મહિલા સહિત ૩૧ જુગારની અટકાયત

  • December 29, 2025 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર, જીલ્લામાં પાંચ સ્થળે જુગાર અંગે દરોડા પાડીને ૧૩ મહિલા સહિત ૩૧ની અટકાયત કરવામાં આવી છે, રોકડ, વાહન અને મોબાઇલ જપ્ત કરાયા હતા, શહેરના વૃંદાવન સોસાયટી, ધ્રોલ નજીક, સુભાષપરા, નાંદુરી અને વાલાસણ સીમમાં પોલીસે દરોડા પાડયા હતા. 


જામનગરના વૃંદાવન સોસાયટી-૧, શેરી નં. ૩માં મહિલાઓ તિનપતીનો જુગાર રમતી હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને જુગાર રમતી વૃંદાવન સોસાયટીની ચેતનાબેન રાકેશ સીરોદરા, પટેલ કોલોની-૯માં રહેતા મનિષાબેન વિજય ચુડાસમા, બસ સ્ટેન્ડ પાસે ફીશરીસ કવાર્ટરમાં રહેતા કિરણ દિપક ગીરનારી, ભુતીયા શેરીમાં રહેતી હેતલબેન નરેશ સોલંકી, કિરણ રાજેશ સોલંકી, મયુરટાઉનશીપમાં રહેતી વર્ષાબા રઘુવીરસિંહ ગોહીલ, ખારવા ચકલામાં રહેતી સોનલબેન યોગેશ ભુડીયા અને રણજીતનગર ત્રણમાળીયા ખાતે રહેતી જોશનાબેન અમૃતલાલ પોપટની અટકાયત કરી રોકડા ૧૨૯૧૦ અને ગંજીપતા કર્યા હતા. 


બીજા દરોડામાં જામનગર-રાજકોટ હાઇવે ધ્રોલ નજીક બાવળની ઝાડીમાં તિનપતીનો જુગાર રમતા ગુલાબનગરના સોહીલ અલારખા ખીરા, લાલપુરના અકબર જુમા અખાણી, ઉગમણા ઝાપે રહેતા ઉમર આમદ અખાણી, ગુલાબનગરના મામદહુશેન હાસમ સૈયદ, ક્રિષ્નાપાર્કના હારૂન ઇબ્રાહીમ આમરોણીયા, શેઠવડાળાના હાલ પટેલનગર જામનગરમાં રહેતા હનીફ કાસમ ઉઢેજાની અટકાયત કરી રોકડા ૧૬૧૫૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા. 


આ ઉપરાંત શંકરટેકરી સુભાષપરા-૨માં તિનપતીનો જુગાર રમતા સુભાષપરાના સરલાબેન છોટાલાલ નાખવા, ભાનુબેન કેશુ પાટડીયા, બિલકીશબાનુ મહેબુબ દરજાદા, નીતાબેન ઇરફાન રાઠોડ અને પુજાબેન દિપક ઝીંઝુવાડીયાની અટકાયત કરી રોકડા ૧૨૦૦ તથા ગંજીપતા કબ્જે લીધા હતા.


અન્ય દરોડામાં લાલપુરના નાંદુરી ગામમાં તિનપતીનો જુગાર રમતા નાંદુરીના હમીર જેતા કરંગીયા, લાલપુર ઓમકાર સોસાયટીના ભુપત માંડણ વડાલીયા, નાંદુરીના બાબુ નાથા કરંગીયા, પાલાા ગોગન મારીયા, સહકારપાર્કના ધર્મેશ વલ્લભ સુરાણી, નાંદુરીના સોમાત વશી વરૂને ઝડપી લઇ ૨૦૪૭૦ની રોકડ, ૩ બાઇક, ૪ મોબાઇલ મળી ૧.૧૨.૪૭૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 


જયારે જામજોધપુરના વાલાસણ સીમમાં રેલ્વે પાટાની બાજુમાં તિનપતીનો જુગાર રમતા મોટી પાનેલીના નરેન્દ્ર ઉર્ફે બહાદુર નરેન્દ્ર દામજી પાંચાણી, શેઠવડાળાના ઇકબાલ સલેમાન કુઢેચા, શખપુરના હસન ઉમર ઘોઘા, મોટી પાનેલીના અશ્ર્વીન બટુક પરમાર, રાજેશ લવજી વિરાણી અને ચોરબેડી ગામના દિનેશ મોહન ગોહિલને દબોચી લઇ રોકડા ૧૮૬૬૦ અને ગંજીપતા કબ્જે લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application