ઓટો મોબાઈલ કંપનીઓ માટે તહેવારોની સિઝન અગાઉ જ દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં દેશમાં વાહનોની કુલ વેચાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૩૧.૭ ટકા વધી છે. કારોના વેચાણમાં ૩૨.૪ ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઇલેકિટ્રક કારોનું વેચાણ ૯૩.૮ ટકાના જબરદસ્ત ઉછાળા સાથે ૩૬,૦૦૦ યુનિટને પાર કરી ગયું છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈપણ એક મહિનામાં ઇલેકિટ્રક કારોનું સર્વાધિક વેચાણ છે. આ સાથે જ ઇલેકિટ્રક ટુ–વ્હીલરના વેચાણમાં પણ ૮૮.૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.અહેવાલ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૬માં કુલ વાહન વેચાણ ૩૧.૭ ટકા વધ્યું છે, યારે ટુ–વ્હીલર વાહનોમાં ૩૩.૧ ટકા, કારોમાં ૩૨.૪ ટકા, કોમર્શિયલ વાહનોમાં ૨૨.૨ ટકા, ત્રિચક્રી વાહનોમાં ૧૩.૯ ટકા, ટ્રેકટરોમાં ૩૮.૨ ટકા, ઇલેકિટ્રક ટુ–વ્હીલરમાં ૮૮.૫ ટકા અને ઇલેકિટ્રક કારોમાં ૯૩.૮ ટકાનો વધારો નોંધાયો છે. કુલ મળીને સપ્ટેમ્બરમાં ૨.૦૭ લાખ ઇલેકિટ્રક ટુ–વ્હીલર વાહનો વેચાયા હતા.
દેશભરમાં ઇલેકિટ્રક વાહનોનું વેચાણ ભલે તેજીથી વધતું હોય, પરંતુ ૫૨,૭૧૮ સાર્વજનિક ચાજિગ કેન્દ્રો હોવા છતાં ગ્રાહકોની મુશ્કેલીઓ પૂરી થઈ નથી. ચાર્જર ચાલુ ન મળવું, મોંઘી ચાજિગ સુવિધા અને આવાસ સોસાયટીઓમાં ઘર પર ચાર્જર લગાવવાની જટિલતાઓ હજુ પણ મોટા અવરોધો તરીકે ઊભી છે.
જો કારોની બજારમાં હિસ્સેદારીની વાત કરીએ તો, પેટ્રોલ–ડિઝલ કારોનો હિસ્સો ૬૮.૨ ટકા છે, યારે સીએનજી કારો ૨૩.૨ ટકા અને ઇલેકિટ્રક કારો ૮.૬ ટકા હિસ્સો ધરાવે છે.
ઇલેકિટ્રક કાર માર્કેટમાં કંપનીઓમાં ટાટા મોટર્સ ગયા વર્ષે ૩૯.૭ ટકા સામે આ વર્ષે ૪૧.૦ ટકા હિસ્સા સાથે મોખરે છે. મહિન્દ્રા ગયા વર્ષના ૨૧.૩ ટકાથી વધીને ૨૧.૫ ટકા હિસ્સો ધરાવે છે.
એમજી મોટર્સ ૨૫.૯ ટકાથી ઘટીને ૧૪.૫ ટકા પર આવી ગઈ છે. માતિ ઝીરો ટકાથી વધીને હવે ત્રણ ટકા હિસ્સા સાથે બજારમાં પ્રવેશી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application