કારચાલક વિક્રમે 32 લાખ માંથી 11લાખની કટ મારી, 21 લાખ સાથે થેલો આપ્યો અને શહેઝાદ સાગરિત સાથે ત્રાટકી થેલાની ચલાવી હતી લૂંટ
રાજકોટમાં પોલીસના નામે લૂંટ ચલાવવાના અને તોડ કરવાના બનાવો પ્રજા અને પોલીસ માટે ચિંતાનું કારણ બની ગયા છે ત્યારે રેસકોર્સ લવગાર્ડન નજીક મોડી સાંજે પોલીસના નામે ૩૨ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટમાં લુંટારુ ટીઆરબી જવાન સહિતના ચાર સાગરીતોને પોલીસે ઉઠાવી લેતા ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે અને બે દિવસ પહેલા પ્રિ પ્લાન બનાવી આ લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યાનું સામે આવતા ચકચાર જાગી છે.
પોલીસ સુત્રો માંથી મળતી રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર શહીદ સુખદેવ ટાઉનશિપમાં રહેતા અને એગ્રીકલ્ચર પ્રોડક્ટનો વ્યવસાય કરતા સમીરભાઈ રશ્મિકાંતભાઈ પંડયા ઉ.વ.૫૦ વાળાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભૂતખાના ચોકમાં રોયલ કોમ્પ્લેક્સમાં એકતા એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતા શૈલેષભાઈ મનસુખભાઈ દલસાણિયાને કપાસની ગાંસડી ખરીદ કરવા અંગે ૩૨ લાખ રોકડા આપ્યા હતા.
પરંતુ જે ભાવમાં કપાસની ગાંસડી ખરીદ કરવી હતી તે ન મળતા શૈલેષભાઈને આપેલ 32 લાખ રૂપિયા પરત આપવાનું કહેતા શૈલેષનો માણસ સમીરભાઈને રેસકોર્સ લવ ગાર્ડન નજીક રૂપિયા આપી જશે તેવું જણાવ્યું હતુ, ત્યારબાદ સમીરભાઈ પૈસા લેવા માટે લવ ગાર્ડન ખાતે પોતાનું એક્ટિવા જી.જે.૦૩ -ડી.એમ ૬૦૫૯ વાળું લઈને રેસકોર્સ લવ ગાર્ડન નજીક પહોંચી શૈલેષભાઈ સાથે પૈસા અંગેની વાતચીત કરતાં કહ્યું હતું કે, રેસકોર્સમાં લવ ગાર્ડન પાસે એક કિયા કાર પડેલી છે ત્યાંથી રૂપિયા મેળવી લેજો તેવું કહ્યું હતુ
ત્યારબાદ સમીરભાઈ કારમાં આવેલ માણસ પાસેથી જઈ રૂપિયા ભરેલો થેલો લઈ લીધો હતો તે વેળાએ સફેદ કલરના એક્સેસ સ્કૂટર પર બે અજાણી વ્યક્તિઓ એકાએક આવી પહોંચ્યા હતા અને પોલીસ હોવાનું કહી કાંઠલો પકડી ઝપાઝપી અને ગાળો ભાંડી પકોડો મારી સમીરભાઈ પાસે રહેલો થેલો ઝૂંટવી લીધો હતો.
ત્યારબાદ બે સાગરીત બાઈક પર આવ્યા હતા જેઓને આ શખશે રૂપિયા સાથે નો થેલો આપી દેતા તેઓ લઈ અને નાસી છૂટ્યા હતા જ્યારે એકટીવા વાળા શકશે પોતે પોલીસ છે તેમ કહી થપ્પડ મારી એકટીવાની ડેકી ખોલ ચેક કરવું છે તેવું કહ્યું હતું અને શૈલેષભાઈ પાસે રહેલા બે મોબાઈલ ફોન પણ ઝુકવી લીધા હતા.
જેથી શૈલેષભાઈ ને આ વ્યક્તિ પોલીસ હોય તેવું ન લાગતાં તેને કહેલ કે મને પોલીસ સ્ટેશન ખાતે લઈ જાઓ તેવી જીદ પકડતા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું નામ શાહબાઝ મોટાણી હોવાનું અને પોલીસમાં છું તેમ કહી ગાળો ભાંડી ત્યારબાદ બે કલાક સુધી અપહરણ કરી શૈલેષભાઈને બેસાડી રાખ્યા હતા.
ત્યાર બાદ સમીરભાઈને એક્ટિવામાં બેસાડીને રેસકોર્સના મહિલા ગાર્ડન પાસે લઈ ગયા હતા અને ત્યાંથી સમીરભાઈ એક્ટિવામાંથી ઉતરીને બાલભવન તરફ જતા રસ્તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શાહબાઝે ફરી સમીરભાઈને પકડી લઈ મહિલા
ગાર્ડન પાસે લઈ ગયો હતો અને ત્યાં માર મારી 'તું પૈસા આપવા વાળા માણસને બોલાવ અને વધારાના પૈસા અપાવ નહીંતર અમે તને જવા નહીં દઈએ તેવું કહી સમીરભાઈને બે મોબાઈલ ફોન પરત આપી દીધા હતા અને ત્યાંથી બન્ને ભાગી ગયો હતો જેથી ફરિયાદી પ્ર નગર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા પોલીસના નામે લૂંટકાંડનો ભાંડાફોડ થયો હતો.
આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વસાવાએ બનાવ ની ગંભીરતા ને ધ્યાને રાખી તપાસ કરતા આ લૂંટમાં તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતો ટીઆરબી જવાન શાહબાઝ અને ત્રણ સાગરીતો ની ભૂમિકા સામે આવતા ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ ને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા જેના પગલે તેઓ પણ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા.
લૂંટ કરનાર શાહબાઝ મોટાણી અન્ય ત્રણ સાગરીતમા દાનીશ શેખ, અતીક સુમરા, મહેશ વાઘેલા, ના નામ આપતા ચારેયને સકંજામાં લઈ ચારેય આરોપીઓ સામે અપહરણ લૂંટ પોલીસની ખોટી ઓળખ આપવી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ચારે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
ટીઆરબી શાહબાઝ પ્રનગરનો ડ્રાઇવર, ડીસીપી દેસાઈ દોડયા
રેસકોર્સ લવ ગાર્ડન નજીક પોલીસના નામે 32 લાખ નાથેલાની લૂંટ ચલાવનાર શાહબાઝ મોટાણી ટીઆરબીમાં નોકરી કરતો હોવાનું અને નગર પોલીસમાં થકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા ખુદ ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈ એલસીબી ઝોન 2 ટીમ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પ્રનગર પોલીસ મથક ખાતે દોડી ગયો હતો.
લૂંટના કાવતરામાં વિક્રમ ઝડપાયા બાદ અન્ય શખ્સોની ખુલી શકે છે સંડોવણી
રેસકોર્સમાં થયેલ લૂંટ પ્રકરણમાં પૂર્વ આયોજિત કાવતરૂ બે દિવસ પહેલા રચાયું હતું અને નાણા આપવા આવેલા વિક્રમ એ શાહબાઝ સાથે મળી લૂંટને અંજામ આપ્યો હતો, વિક્રમ એ 32 લાખમાંથી 11લાખ કાઢી લીધા બાદ 21 લાખ સાથે નો થેલો વેપારીને આપ્યની સાથે જ શાહબાઝ સાગરીતો સાથે ત્રાટકી લૂંટને આપ્યો તો અંજામ.
લૂંટના કાવતરામાં ઝડપાયેલા ચાર આરોપીમાં એક વેપારી પુત્ર દાનિશ
32 લાખની લૂંટ ના ગુનામાં નગર પોલીસે ઝડપી લીધેલા આરોપીઓમાં ટ્રાફિક બ્રિગેડ શાહબાઝ ઈસ્માઈલભાઈ મોટાણી ઉ.વ.૨૯-રહે. સાંઢીયાપૂલ પાસે હુડકો કવાર્ટર શેરી નં.૧, ક્વાર્ટર નં. ૧૪, જામટાવર ગણેશ પાનની બાજુમાં આવેલા આઈ.કે સિલેકશનવાળા વેપારી આઈ.કેનો પુત્ર દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ ઉ.વ.૨૦-રહે. જંકશન પ્લોટ, રેફ્યુજી કોલોની, અતીક દોસ્તમહમદ સુમરા ઉં.વ.૧૯-રહે. જામનગર રોડ પરસાણાનગર-૬/૭ તથા મહેશ ખોડાભાઈ વાઘેલા ઉ.વ.૧૯-રહે. જામનગર રોડ સ્લમ ક્વાર્ટર નં. ૧૫૦ની ધરપકડ કરવામાં આવી હતી.
21 લાખ સાથેનો થેલો આરોપીઓ જ લઈ ગયા હતા: DCP દેસાઈ
પોલીસના નામે 32 લાખની પ્રિ પ્લાન લૂંટમાં અનેક શંકા કુશંકાઓ વચ્ચે આજકાલ સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે જો ફરિયાદી પોલીસ મથકે જવાની જીદ ન પકડી હોત તો લૂંટારા પોતાના ઇરાદામાં સફળ રહ્યા હોત લૂંટ ચલાવ્યા બાદ થેલો લઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જેથી ફરિયાદી સામેથી પોલીસ મથકે આવતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
ટીઆરબી,હોમગાર્ડ,આઉટ સોર્સ ના ડ્રાઇવરોને ડ્રેસ પહેરાવવો જરૂરી
રાજકોટ શહેરમાં અલગ અલગ બ્રાન્ચો તેમજ પોલીસમાં મથકમાં હોમગાર્ડ ટીઆરબી જવાન તેમજ આઉટ સોર્સ ના ડ્રાઈવરો ફરજ બજાવે છે તેઓ પોલીસની કાર્યશૈલીથી વાકેફ હોય જેથી પોલીસ જેવી જ પર્સનાલિટી રાખી ડી સ્ટાફ કે બ્રાન્ચના નામે ચરી ખાતા હોય છે, અને લોકો પણ પોલીસ જ સમજી ડરી જતા હોય છે જેથી આવા કર્મચારીઓ ને ડ્રેસ કોડ ફરજિયાત પહેરાવવો જોઈએ જેથી પ્રજાને ખબર પડે કે તેનો હોદો શું છે.