BREAKING NEWS

જામનગર : ક્રિકેટ રમી રહેલા ૩૨ વર્ષના યુવાનનું હૃદય થંભી જવાથી મૃત્યુ

  • December 08, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ગઇકાલે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ક્રિકેટ રમી રહેલા ૩૨ વર્ષના એક યુવાનને અચાનક હૃદય રોગનો હુમલો આવતાં મૃત્યુ થયું હોવાથી ભારે ચકચાર જાગી છે.


જામનગરમાં ગીતામંદિર નજીકના વિસ્તારમાં ખુલ્લું મેદાન આવેલું છે, ત્યાં ગઈકાલે રવિવારની રજાના દિવસે કેટલાક યૂવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, જેમાં રાહુલ રમેશભાઈ ચૌહાણ નામનો ૩૨ વર્ષનો એક યુવક પણ અન્ય મિત્રોની સાથે ક્રિકેટ રમી રહ્યો હતો, જે દરમિયાન તેને ચાલુ રમતમાં એકાએક છાતીમાં દુ:ખાવો થયો હતો, અને બે શુદ્ધ બન્યો હતો.


જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર  થયું હતું, આ બનાવને લઈને અન્ય મિત્રોમાં ભારે ગમગીની ફેલાઈ હતી. સમગ્ર પરિવારના એક માત્ર આધાર સ્તંભ એવા રાહુલ ચૌહાણનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોમાં જાણે આભ તૂટી પડ્યું છે, અને ભારે શોકનું મોજું પ્રસરી ગયું હતું.
​​​​​​​

છેલ્લા કેટલાય સમયથી નાની વયે હાર્ટએટેકના હુમલાના બનાવ ચિંતાજનક રીતે વધી રહયા છે, અગાઉ જીમમાં, રનીંગ કરતા, કામ કરી રહેલા, નિંદ્રાવસ્થામાં લોકોના હાર્ટના હુમલાથી મૃત્યુના બનાવ સામે આવી ચુકયા છે ત્યારે ગઇકાલે એક યુવાન ક્રિકેટ રમતી વેળાએ અચાનક ઢળી પડતા મૃત્યુને ભેટયો હતો, આ બનાવના કારણે પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application