અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં ગુજરાતીઓ પોતાની આબરૂ ન જાય તે માટે પોતાના ચહેરા છૂપાવ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી નહોતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરશે. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર જ્યારે ઈન્ડિગોનીની ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે તેમને ડોમેસ્ટિક લોન્જની પાસે બધાને રોકવામાં આવ્યા હતા અને ત્યાંથી આઇબીના કેટલાક કર્મચારીઓ ત્યાં હાજર હતા જેમણે પ્રાથમિક વાતચીત તમામ સાથે કરી હતી.
જ્યારે તેમને બહાર લઈ જવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેમના પાસપોર્ટ અને કોન્ટેક નંબરની ખરાઈ કરવામાં આવી હતી. જે લીસ્ટ અગાઉથી અમૃતસરથી આવ્યું હતું જે પ્રમાણે તમામને બહાર લઈ જવામાં આવ્યા હતા. આવનારા મુસાફરમાં મોટાભાગના યુવાનો હતા. જેમાં એક પરિવારનો પણ સામેલ થાય છે અને હવે આ તમામને આગળની તપાસ ક્યારે કરવામાં આવશે તે અંગે પ્રાથમિક નિવેદન સ્થાનિક એલસીબી લેશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારે 33 લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ લોકો માટે જિલ્લા વાઇઝ ગાડી ફાળવવામાં આવી હતી. આ ગાડી દ્વારા તમામ લોકો વતન પહોંચ્યા છે. તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે એમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. આજે સવારે 6:15 વાગ્યે ફલાઇટ અમદાવાદ પહોંચી હતી. 33 ગુજરાતીઓમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના 28 લોકો છે. જેમાં ગાંધીનગરના 14, મહેસાણાના 9, પાટણના 4 અને બનાસકાંઠાના 1 વ્યક્તિ સામેલ છે.
મધ્ય ગુજરાતના 4 લોકો છે. જેમાં અમદાવાદના 2, વડોદરા અને આણંદ 1-1 વ્યક્તિ સામેલ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચના 1 વ્યક્તિ સામેલ છે. ડિપોર્ટ કરવામાં આવ્યા તેમાં 8 સગીર પણ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ જે લોકોને ડિપોર્ટ કયર્િ છે તેમાં ગુજરાતીઓ પણ છે. ત્યાંથી જે લોકો પરત આવી રહ્યા છે તેઓ ગુનેગાર નથી. તઓને સાહનુભૂતિ પૂર્વક જોવામાં આવે. આ લોકો ત્યાં કામધંધા માટે ગયા હતા. ત્યાં પૈસા કમાતા હતા અને પોતાના પરિવારને અને વધુ કમાય તો ગામને પણ મદદ કરતા હતા.
33 ગુજરાતીઓના નામની યાદી
1. જયવિરસિંહ વિહોલ, મહેસાણા
2. હિરલબેન વડસ્મા, મહેસાણા
3. રાજપુત વાલાજી, પાટણ
4. કેતુલકુમાર દરજી, મહેસાણા
5. પ્રક્ષા પ્રજાપતિ, ગાંધીનગર
6. જિગ્નેશકુમાર ચૌધરી, ગાંધીનગર
7. રૂચી ચૌધરી, ગાંધીનગર
8. પ્ન્ટિુકુમાર પ્રજાપતિ, અમદાવાદ
9. ખુશ્બુ પટેલ, વડોદરા
10. સ્મિત પટેલ, ગાંધીનગર
11. શિવા ગોસ્વામી, આણંદ
12. જીવનજી ગોહિલ, ગાંધીનગર
13. નીકિતા પટેલ, મહેસાણા
14. એશા પટેલ, ભરૂચ
15. જયેશ રામી, વિરમગામ
16. બીના રામી, બનાસકાંઠા
17. એન્નીબેન પટેલ, પાટણ
18. મંત્રા પટેલ, પાટણ
19. કેતુલકુમાર પટેલ, માનુદ
20. કિરનબેન પટેલ, મહેસાણા
21. માયરા પટેલ, કલોલ
22. રિશિતા પટેલ, ગાંધીનગર
23. કરનસિંહ નેતુજી, ગાંધીનગર
24. મિતલબેન ગોહિલ, કલોલ
25. હેવનસિંહ ગોહિલ, મહેસાણા
26. ધ્રુવગીરી ગોસ્વામી, ગાંધીનગર
27. હેમલ ગોસ્વામી, મહેસાણા
28. હાર્દિકગિરિ ગોસ્વામી,મહેસાણા
29. હેમાનીબેન ગોસ્વામી, ગાંધીનગર
30. એન્જલ ઝાલા, ગાંધીનગર
31. અરૂણબેન ઝાલા, મહેસાણા
32. માહી ઝાલા, ગાંધીનગર
33. જિગ્નેશકુમાર ઝાલા, ગાંધીનગર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech