BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલાઓ સહિત ૩૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • September 14, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલાઓ સહિત ૩૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં ભાણવડ, કલ્યાણપુર, મીઠાપુર, દ્વારકા અને ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી જુગાર રમતા ૩૬ ઈસમો ઝડપાયા હતા. પોલીસે જુગારના સાધનો, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ કબજે કરી જુદા જુદા ગુના નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભાણવડ પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ભાણવડ નજીકની ગરાસ સીમ વિસ્તારમાં રહેતા ભરત કાનાભાઈ કરંગીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રમેશ ખીમાભાઈ ચાવડા, કાનાભાઈ કરશનભાઈ ભાટુ, સુમાત ધનાભાઈ રાવલિયા, દીપક રામજીભાઈ સોલંકી, સુભાષ જેરામભાઈ ગોરફાડા, રાજા અમરાભાઈ ઘુઘલ અને દિલીપ જોધાભાઈ રાવલિયા નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં પોલીસે રૂપિયા ૭૪,૦૦૦ ની રોકડા રકમ તથા સાત મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ વિગેરે મળી કુલ રૂ. ૨,૪૨,૦૦૦ જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાણવડ તાલુકામાં એલસીબી પોલીસ દ્વારા વિજયપુર વાડી વિસ્તારમાં રાત્રિના આશરે બે વાગ્યાના સમયે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અનિલ અરજણ બંધીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના ગોડાઉનના મકાનમાં ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે રાહુલ નારણભાઈ પીપરોતર, કિશોર ઉર્ફે બબુ નરસીભાઈ ખાણધર, દૂદાભાઈ દેવસીભાઈ ચૌહાણ, વજસી રામભાઈ પીપરોતર, પુના બીજલભાઈ ઝાપડા, નાસીરભાઈ જુસબ સમા અને ગુલામમામદ ઉર્ફે ગુલો ઇસ્માઈલભાઈ જેઠવા નામના સાત શખ્સોએને ઝડપી લઈ, રૂ. ૮૦,૦૫૦ ની રોકડા રકમ તેમજ રૂપિયા ૫૦ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂ. ૧,૧૦,૦૦૦ ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૨,૪૦,૦૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
​​​​​​​
આ દરોડા દરમ્યાન વિજયપુર ગામનો અનિલ અરજણ બંધીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધારી છે.

કલ્યાણપુર પોલીસ દ્વારા જુગાર અંગેની કાર્યવાહીમાં માલદે સવાભાઈ સુવા, અરજણ કારા લગારીયા, બળદેવ દેવાણંદભાઈ ભાટુ, ગોવિંદ ડાયાભાઈ મકવાણા, રાયદે વજસી સોલંકી અને સંજય શામજી ગાધેર સામે કાર્યવાહી કરી, રોકડ રકમ, જુગારના સાધનો સહિત કુલ રૂ. ૮,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મીઠાપુર પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં બિંદુબેન મનીષભાઈ સરપડિયા, કોમલબેન પ્યારઅલી પોપટિયા, બ્રિજરાજસિંહ રણજીતસિંહ વાઢેર, ઋતુરાજસિંહ દશરથસિંહ વાઢેર અને સહદેવસિંહ દોલુભા વાઢેરને ઝડપી લઈ, રૂ. ૧૮,૧૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દ્વારકા પોલીસ દ્વારા જુગાર અંગેની કાર્યવાહીમાં તાલુકાના ચરકલા ગામે આવેલા એક મંદિર પાસે રાત્રિના સવા વાગ્યાના સમયે ઓટલા પર બેસીને સ્ટ્રીટ લાઈટના અજવાળે રોન પોલીસ નામનો જુગાર રમતા દીપકસિંહ શીવુભા પરમાર, રઘુવીરસિંહ કનુભા પરમાર, વનરાજસિંહ મોતીભા પઢિયાર, રણજીતસિંહ ખાનુભા જાડેજા, બ્રિજરાજસિંહ ખુમાનસિંહ પરમાર, ખોડુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ હેમભા પરમાર અને સંજયસિંહ જશાજી જાડેજા સામે કાર્યવાહી કરી, કુલ રૂ. ૨૭,૪૫૦ ની રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી.
ખંભાળિયા પોલીસ દ્વારા ગોલણ શેરડી ગામે રાત્રિના સમયે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં નાથા રાજશી જોગલ, રમેશભાઈ દેસુરભાઈ ગોજીયા, દેસુરભાઈ ભીખાભાઈ ગોજીયા નામના ત્રણ શખ્સોને રૂ. ૩,૦૨૦ની રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડા દરમ્યાન અન્ય ચાર આરોપીઓ ભાવેશભાઈ દેસુરભાઈ જોગલ, ભાવેશ દેશુર જોગલ, હાજા રાજશી જોગલ, વજા વિરમ ગઢવી અને રાણા ગામણા નાસી છૂટવામાં સફળ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application