BREAKING NEWS

360 વન એસેટની મોટી જાહેરાત, ઇસ્કોન બાલાજી ફૂડ્સમાં 70 મિલિયન ડોલરનું રાકાણ કરશે, કંપનીની બટાકા પ્રોડક્ટ્સ એક્સપોર્ટમાં મહારથ

  • January 20, 2026 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

360 ONE એસેટે ભારતની અગ્રણી બટાકા પ્રોસેસર અને વેલ્યુ એડેડ બટાકાની પ્રોડક્ટ્સના એક્સપોર્ટર ઇસ્કોન બાલાજી ફૂડ્સ લિમિટેડ (IBF)માં આશરે 70 મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.


ઇસ્કોન બાલાજી ફૂડ્સ કંપની વિશ્વના ટોચના 10 ફ્રોઝન પોટેટો પ્રોસેસર્સમાંની એક 

૨૦૧૩માં સ્થપાયેલ ઇસ્કોન બાલાજી ફૂડ્સ કંપની એક સંપૂર્ણ રીતે નિકાસલક્ષી પ્લેટફોર્મ ચલાવે છે જે બીજ વિકાસ, ખેડૂત સાથે ભાગીદારી, લાર્જ સ્કેલ પ્રોસેસિંગ અને વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રીબ્યુશનને આવરી લે છે. છેલ્લા દાયકામાં કંપની વિશ્વના ટોચના 10 ફ્રોઝન પોટેટો પ્રોસેસર્સમાંની એક બની ગઈ છે. જે ભારત, દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને દૂર પૂર્વમાં અગ્રણી QSR અને ફૂડ સર્વિસ ગ્રાહકોને સપ્લાય કરે છે.


ઇસ્કોન બાલાજી ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નીલ ભરતભાઈ કોટકે જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં અમે ભારતમાંથી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, સંકલિત ફૂડ પ્લેટફોર્મ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે IBFને એક અગ્રણી વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં ફેરવવાનું ચાલુ રાખીને સાથે મળીને કામ કરવા આતુર છીએ.


નીલ ભરતભાઈ કોટકે વધુમાં જણાવ્યું હતું કે, આ રોકાણ સાથે IBF આગામી ત્રણ વર્ષમાં આ નેટવર્કને 25,000થી વધુ ખેડૂતો સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે, જે ગ્રામીણ આવકને મજબૂત બનાવશે અને વૈશ્વિક ખાદ્ય ઉદ્યોગમાં સૌથી વધુ સ્થિતિસ્થાપક અને સ્કેલેબલ સપ્લાય ચેઇનમાંની એક બનાવશે.


ગ્રાહક સ્ટ્રેટેજીને નવું સ્વરૂપ મળશે

360 વન એસેટના સિનિયર ફંડ મેનેજર અને સ્ટ્રેટેજી હેડ, કન્ઝ્યુમર એન્ડ હેલ્થકેર, તરુણ શર્માએ જણાવ્યું હતું કે, આ રોકાણ અસાધારણ સ્થાપકો દ્વારા સંચાલિત તેમની કેટેગરીઓમાં સ્કેલેડ લીડર્સને ટેકો આપવાની અમારી ગ્રાહક સ્ટ્રેટેજીને નવું સ્વરૂપ આપશે.​​​​​​​


કંપની 40થી વધુ દેશોમાં નિકાસ કરે છે

ઇસ્કોન બાલાજી ફૂડ્સ ફાર્મ-ટુ-ફોર્ક મોડેલ ચલાવે છે. તેના પોર્ટફોલિયોમાં ડિહાઇડ્રેટેડ બટાકાના ફ્લેક્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ, પેટીઝ, આલૂ ટિક્કી, વેજ અને બટાકાના શોટ્સ જેવા ફ્રોઝન રેડી-ટુ-ફ્રાય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. હાલમાં પોતાની પ્રોડક્ટ 40થી વધુ દેશોમાં નિકાસ કરે છે. 


જાણો 360 વન એસેટ વિશે

360 વન એસેટ (અગાઉ IIFL એસેટ મેનેજમેન્ટ)ની મુખ્ય કોર્પોરેટ ઓફિસ મુંબઈ, ભારતમાં છે. જેની વૈશ્વિક કામગીરી અને ઓફિસો દુબઈ, સિંગાપોર, ન્યુ યોર્ક અને ટોરોન્ટો જેવા શહેરોમાં થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application