ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એકસાથે 37 IPS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં વહીવટી અનુકૂળતા માટે કેટલીક મહત્વની જગ્યાઓને અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ પણ કરવામાં આવી છે, જેથી જે-તે ગ્રેડના અધિકારીઓને ત્યાં સેટ કરી શકાય. લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા IPSને આખરે નિમણૂક કરાઈ છે.
નિર્લિપ્ત રાય અને અન્ય મહત્વની નિમણૂકો
આ બદલીઓમાં સૌથી ચર્ચિત નામ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયનું છે. તેમની કડક છબી માટે જાણીતા રાયને હવે SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ DIG તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વરિષ્ઠ અધિકારી શમશેર સિંઘને તેમની નિવૃત્તિના આરે મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવને આઇબીમાં મુકાયા છે.
37 IPSની બદલીનું જુઓ આખું લિસ્ટ
1. શમશેર સિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક
2. રાજકોટ IG અશોક કુમારને IBમાં મુકાયા
3. ગગનદીપ ગંભીરને SMCના IGPનો વધારો ચાર્જ સોંપાયો
4.IPS ગૌતમકુમાર પરમાર IG CID ક્રાઇમ બન્યા
5. રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ
6. નિલેશ જજડિયા વડોદરા શહેર JCP બન્યા
7. બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા
8. પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી
9. એન એન ચૌધરીની સ્ટેટ IBમાં બદલી
10. એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી
11. આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા
12. કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી
13. મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP
14. પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી
15. વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ
16. વિશાલકુમાર વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી તેમજ પોલીસ ભરતી બોર્ડના DIGPનો વધારાનો ચાર્જ
17 લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા
18. નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ DIG
19. દીપકકુમાર મેઘાણી ACBમા જોઇન્ટ ડાયરેક્ટર બન્યા
20. મહેન્દ્ર બગરિયા JCP સુરતમા બદલી
21. હિતેશ જોઈશર IBમાં મુકાયા
22. ડો.તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન
23. ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિશનલ કમિશનર ક્રાઈમ ટ્રાફિક
24. સરોજ કુમારી DIG જેલ વડોદરા
25. રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ તેમજ પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલનો વધારાનો હવાલો
26. આર પી બારોટ DIGP જેલ અમદાવાદ
27. ડો.જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ
28. આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
29. સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા
30. સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર
31. ડૉ.સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર
32. બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત
33. ડૉ.કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત
34. એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત
35. એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ તેમજ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ
36. મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ
37. વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા