BREAKING NEWS

સલાયા, કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાંથી બે મહિલા સહિત ૩૭ જુગારી ઝડપાયા: રૂ. ૧.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • August 24, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા, કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાંથી બે મહિલા સહિત ૩૭ જુગારી ઝડપાયા: રૂ. ૧.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારધામો પર પોલીસનો સપાટો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જુગાર રમતા તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના સલાયા મરીન, કલ્યાણપુર, ખંભાળિયા તેમજ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે અલગ-અલગ આઠ સ્થળો પર દરોડા પાડી જાહેરમાં ગંજીપતાના પાના વડે હારજીતનો તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા કુલ ૩૭ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ તમામ દરોડા દરમિયાન કુલ રૂ. ૧,૩૩,૭૦૦/- ની રોકડ રકમ, સાત મોબાઈલ ફોન અને ટોર્ચ સહિત કુલ રૂ. ૧,૮૩,૭૦૦/- થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.

સૌથી મોટો દરોડો સલાયા મરીન પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો, જેમાં આથમણાબારા ગામની મોવર તળાવ વાડી વિસ્તારની ખુલ્લી જગ્યામાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા કાનાજી દાનાજી સોઢા, હીતેશભાઈ દેવસીભાઈ પથર, ભીમજીભાઈ હેમુભા રાઠોડ, બકુલભાઈ રાણાભાઈ ધોટીયા, નરેંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ભવાનસિંહ લખુભા સોઢા, ઘનુભા ભુપતસિંહ સોઢા અને રાજેન્દ્રસિંહ શિવુભા જાડેજા (તમામ રહે. વચલા બારા) ને પકડી પાડવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે રોકડા રૂ. ૭૦,૫૦૦/-, રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતના ૬ મોબાઈલ ફોન અને ટોર્ચ મળી કુલ રૂ. ૧,૧૦,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કલ્યાણપુર તાલુકામાં પોલીસે એકસાથે પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં નંદાણા ગામના વાડી વિસ્તારમાંથી દેશુરભાઇ રણમલભાઇ ચાવડા, નારણભાઇ રામશીભાઇ ચાવડા, રમેશભાઇ સામતભાઇ ચાવડા, રાજશીભાઇ નાથાભાઇ ચાવડા અને ઇશ્વરદાશ લાલુદાશ ગોંડલીયાને રોકડા રૂ. ૨૦,૨૦૦/- સાથે ઝડપી લીધા હતા. રાવલ ગામમાં સરકારી હોસ્પિટલ પાછળ ખારીયાવાડી વિસ્તારમાં ઓટલા પરથી રામાભાઈ કનુભાઈ જમોડ, દેવાભાઈ નાગાભાઈ ગામી, રાજુભાઈ કરશનભાઈ ગામી, કૈલાશભાઈ રામાભાઈ ચૌહાણ, રાજુભાઈ મોહનભાઈ જમોડ, રાણાભાઈ ચનાભાઈ વાઘેલા અને સંજયભાઈ લીલાભાઈ વાઘેલાને રોકડા રૂ. ૧૧,૨૦૦/- સાથે પકડવામાં આવ્યા હતા. રાવલ ગામના બારીયાધાર ઉપલીધાર વિસ્તારમાંથી ભરતભાઈ નાથાભાઈ વાઘેલા, ભીખુભાઈ બાલુભાઈ વાઘેલા, મસરીભાઈ રામાભાઈ સોલંકી, વિરમભાઈ કરશનભાઈ ગામી અને લખુભાઈ કરશનભાઈ મારૂને રોકડા રૂ. ૧૧,૩૩૦/- સાથે દબોચી લેવાયા હતા. આ ઉપરાંત પટેલકા ગામે રામ મંદિર ચોક પાસે ભોચીયા ગલીમાં પોલીસે પાડેલા બે અલગ દરોડામાં પ્રથમ દરોડામાં રામગર છગનગર ગોસાઇ, મહેશભાઇ ઉર્ફે મીલનભાઇ ગોહીલ અને વિનોદભાઇ ભીમાભાઇ ગોહીલ રોકડા રૂ. ૧,૪૪૦/- સાથે તથા બીજા દરોડામાં મહેશભાઇ ઉર્ફે મયલો શંકરલાલ ભટૃ તેમજ શાંતીબેન શંકરલાલ ભટૃ અને સીલાબેન પ્રતાપભાઇ સોઢા નામની બે મહિલાઓ રોકડા રૂ. ૧,૨૫૦/- સાથે ઝડપાઈ ગયા હતા.

ખંભાળિયા પોલીસે મોવાણ ગામે જાહેરમાં તીનપત્તી રમતા લખનભાઇ રાણાભાઇ વાઘેલા (રહે. પડાણા), જયેશભાઇ દેવાભાઇ મકવાણા (રહે. નંદાણા) અને દાનાભાઇ મગાભાઇ મકવાણા (રહે. મોવાણ) ને રોકડા રૂ. ૧૦,૫૫૦/- તથા રૂ. ૧૦,૦૦૦/- નો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૦,૫૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ ભાણવડ ટાઉનના સતવારા પાળા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા નરેશભાઇ મોહનભાઇ ધુડા, દિલીપભાઇ ઉર્ફે ડાકુ સોમજીભાઇ વાઘેલા અને રાજુભાઇ ચંદુભાઇ મકવાણાને ભાણવડ પોલીસે રોકડા રૂ. ૭,૦૮૦/- સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. આ તમામ બનાવો અંગે સ્થાનિક પોલીસ મથકોમાં જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુના નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application