જામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા

  • June 09, 2025 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીણાવારી સીમમાં જુગારના અખાડામાંથી ૩.૫૨ લાખના મુદામાલ સાથે ૯ ઝબ્બે : રાજગોરફળીમાં પુર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિત ૫ પકડાયા : મોટાવડીયામાં ૩ પટ પર પોલીસ પ્રગટી 


જામનગર શહેર જીલ્લામાં જુદા જુદા સાત દરોડા પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતા જેમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ રોકડ, મોબાઇલ, વાહનો અને સાહિત્ય સાથે ઝપટમાં આવ્યા હતા જેમાં જામજોધપુરના જીણાવારી સીમમાં વાડીમાં ચાલતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ૩.૫૨ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. ઉપરાંત જામજોધપુરના મોટા વડીયા ગામમાં ૩ સ્થળે દરોડા પાડીને મહિલાઓ સહિતનાઓને અટકમાં લીધા હતા, જામનગરના રાજગોર ફળીમાં પુર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિત ૫ પત્તાપ્રેમી પકડાયા હતા ઉપરાંત લતીપરથી પીઠડ રોડ, જામનગરના પઠાણફળીના ખુણા પાસે ઘોડીપાસાનો જુગાર ઝડપાયો હતો.

એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જામજોધપુર તાલુકાના જીણાવારી સીમમાં ધર્મેશ તથા પ્રવિણ બંને જણા ભાગીદારીમાં ધર્મેશની વાડીમાં આવેલી ઓરડીમાં નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચલાવે છે.

આ હકીકતના આધારે વાડીમાં એલસીબીએ રેઇડ પાડતા ગંજીપતા વડે જુગાર રમતા જીણાવારી ગામના ધર્મેશ જેસા કારેણા, નરમાળા ગામના ધીરેન ભગવાનજી અમલાણી, શેઠવડાળાના ઇકબાલ સુલેમાન ઉતેજા, સેવકદેવળીયાના કાસમ સુલેમાન ધુધા, મોરજરના ઉમંગ પ્રવિણ પરમાર, સાજડીયારી ગામના આદમ કારા નોયડા, મોરજરના રાજેશ પ્રવિણ પરમાર, ભાણવડના શાંતીલાલ બાલુ પરમાર અને જીણાવારી ગામના પ્રવિણ ઉર્ફે જોગર જેસા કારેણાની અટકાયત કરી હતી.

દરોડા દરમ્યાન ૧.૮૭ લાખની રોકડ, ૯ મોબાઇલ, ૪ મોટરસાયકલ, ગંજીપતા મળી કુલ ૩.૫૨ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો દરોડાના મામલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

બીજા દરોડામાં જામનગરના રાજગોરફળી શેરી નં. ૨માં પાર્કીંગમાં તિનપતીનો જુગાર રમતા રાજગોરફળી પ્રશાંત એપાર્ટમેન્ટ બ્લોક ૪માં રહેતા ભરત મોહન કલ્યાણી, રામેશ્ર્વરનગર-૨માં રહેતા પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, ધનઅપુર્વ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ વલ્લભ બુઘ્ધદેવ અને પટેલ કોલોની અતુલ એપાર્ટમેન્ટમાં રહેતા લવેશ કાંતીલાલ વ્યાસને પકડી પાડી રોકડા ૧૫૩૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.

ધ્રોલના લતીપરથી પીઠડ રસ્તા પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા લતીપરના અશ્ર્વીન બટુક વાઘેલા, ભુપત રામજી વાઘેલા, ચંપાબેન કેશુ વાઘેલા, નીમીબેન ભરત વાઘેલા, વિજયાબેન લવજી વાઘેલા અને મીનાબેન મનસુખ વાઘેલાની અટકાયત કરી રોકડા ૬૩૯૦ કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત જામજોધપુરના મોટાવડીયા ગામમાં શેરીમાં તિનપતીનો જુગાર રમતા મોટાવડીયાના ભરત દેવશી કરંગીયા, ભીખા કેશુર ગોજીયા, અરશી મેરામણ કરંગીયા, મહેશ મંગા વાઘ, જીતેન્દ્ર ઉર્ફે ભયલો કરશન ખવા અને પિયુશ હમીર કરંગીયા નામના ઇસમોને રોકડા ૧૦૬૦૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા જયારે બીજા દરોડામાં તિનપતીનો જુગાર રમતા બસ સ્ટેન્ડ બાજુમાં રહેતા ધવલ ઉર્ફે કાનો કિશોર ખાંટ, કડીવારનાકાના પ્રદિપકુમાર રમણીક બરોચીયા અને ખાટપા વિસ્તારના અશ્ર્વીન કાંતીલાલ ભાયાણીને રોકડ ૧૬૩૦૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.

મોટા વડીયા ગામમાં પોલીસે ત્રીજો દરોડો પાડયો હતો જેમા મંદિર પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા મોટા વડીયાના વજશી અરજણ કરંગીયા, ભોજા રામા બડીયાવદરા, ડાડુ સુમાત કરંગીયા, મુકેશ દેવાણંદ કરંગીયા, રાજશી ખીમા ડાંગર અને અરશી અમીત ગાગીયાને રોકડા ૩૩૩૪૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.

અન્ય દરોડામાં જામનગરના કુંભારવાડા પઠાણફળીના ખુણે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ઘાંચીવાડના ઇમરાન ઉર્ફે લીંબો કાસમ માડકીયા, ક્રિષ્ના પાર્ક ઘાંચી કબ્રસ્તાન પાસે રહેતા મહેબુબ ઉર્ફે પચાસીયો મેસનઅબા ‚મી, વાઘેરવાડાના ઇબ્રાહીમ હા‚ન બસર, બચુનગરના ઇબ્રાહીમ સીદીક સોઢા નામના ઇસમોને રોકડા ૧૧૭૦૦ અને પાસા સાથે પકડી લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application