BREAKING NEWS

રાજકોટમાં ૨૪૯ દુકાનમાંથી ૩૯ કિલો ઝબલાં જ; દોઢ લાખનો દંડ વસૂલાયો

  • October 05, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત અને સ્વચ્છ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરાઈ હતી.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે,પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ–૨૦૨૧ અન્વયે બજારો અને મુખ્ય માર્ગેા ઉપર ટીમ દ્રારા તપાસ કરાઈ હતી. જે અંતર્ગત ૨૪૯ દુકાનોમાંથી ૩૯.૬૫ કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જ કરાયું હતું અને ગંદકી કરતા કુલ ૨૪૯ આસામીઓ પાસેથી .૧,૪૦,૧૦૦નો દડં વસુલ કરાયો હતો.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર અને નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં કરાઈ હતી.
મનપાએ નાગરિકો અને વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બધં કરી ખરીદી માટે કાપડની થેલી એટલે કે કલોથ બેગ્સનો આગ્રહ રાખવા અપીલ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application