રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના દેરડીધાર આવાસ પાસે દા ભરેલી કાર ઝડપી લીધી હતી. કારમાં ચોરખાનામાં ૩૯૬ બોટલ દાનો મળી આવ્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે કુખ્યાત બુટલેગર કૃણાલ– સાગર સહિત ચાર અંધારાનો લાભ લઇ નાસી ગયા હતાં.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં દા–જુગારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલ.સી.બી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, જેતપુરમાં દેરડીધાર આવાસ યોજના કવાર્ટર સામે કેટલાક શખસો કારમાં દાની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે અંધારાનો લાભ લઇ ચાર શખસો કાર રેઢી મૂકી નાસી ગયા હતા.
પોલીસે સ્વિફટ કાર નંબર જીજે ૧ એચએન ૧૧૯૦ માં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટ્રિએ કોઈ મળ્યું ન હતું. પરંતુ બાતમી દ્રઢ હોય સઘન તપાસ કરતા કારમાં ચોરખાનું જોવા મળ્યું હતું. જેમાં પિયા ૬૮,૪૭૮ ની કિંમત ૩૯૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાનો જથ્થો અને કાર સહિત કુલ પિયા ૨,૬૮,૪૭૮ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઇ નાસી ગયેલા શખસો દેરડીધારા આવાસમાં રહેતો લિસ્ટેડ બુટલેગર કૃણાલ ભાટિયા, બાપુની વાડી પાસે રહેતો સાગર ઉર્ફે બુધ્ધો હરસુરભાઈ સિંગલ સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી કૃણાલ ભાટિયા સામે અગાઉ જેતપુરમાં દાના ૧૩ ગુના નોંધાઈ ચૂકયા છે યારે સાગર સામે દા–મારામારી સહિતના ૧૪ ગુના નોંધાઈ ચૂકયા છે. દરોડાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરીમાં પીએસઆઇ કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, એચ.સી ગોહિલ, પી.એન. ભરવાડ તથા ટીમ સાથે રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application