કોડીનાર નગરપાલિકા ચૂંટણી માં ગઈકાલે ફોર્મ ચકાસણી માં 12 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા અને 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા બાદ વધુ આપ પાર્ટી ના 5 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા ભાજપ ના 4 સભ્યો બિન હરીફ જાહેર થતાં હવે 7 વોર્ડની 24 બેઠકો માટે 47 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ફોર્મ પરત ખેંચવાના છેલ્લ ા દિવસે આમ આદમી પાર્ટી ના વોર્ડ નં.2 માંથી નાગલબેન નાથાભાઇ ચુડાસમા,ભાવસિંગ ભાઈ નાથાભાઈ ચુડાસમા,વોર્ડ નં.5 માંથી રવિભાઈ લખમણભાઈ કામલીયા,પ્રીતમભાઈ અશોકભાઈ સોલંકી,અને વોર્ડ નં.6 માં થી બાલુભાઈ રામભાઇ કામલીયા એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપ માંથી વોર્ડ નં.3 માંથી ખાતુન એહસાનભાઈ નકવી અને સબાનાબેન રફિકભાઈ કચ્છી અને વોર્ડ નં.7 માં રૂપાબેન જગદીશભાઈ મેર અને નીમુબેન પ્રતાપભાઈ બારડ બિન હરીફ જાહેર થયા હતા.કોડીનાર નગરપાલિકા માં 7 વોર્ડ ની 24 બેઠકો માટે ભાજપ ના 24 કોંગ્રેસ ના 18 અને આમ આદમી પાર્ટી ના 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.આપ પાર્ટી ના 12 માંથી 10 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા હવે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ થશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે ફોર્મ ચકાસણીમાં ચાર ફોર્મ રદ થયા હતા અને 12 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જ્યારે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વધુ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચાર બેઠકો તો ભાજપ્ને બિનરીફ મળી છે જ્યારે તમામ સાત વોર્ડની સભ્યોની સ્થિતિ જોતા સાત બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે જે જોતા ચૂંટણી પહેલા 28 માંથી 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવી રહી છે તેવું સ્પષ્ટ ચિત્ર હાલની સ્થિતિ મુજબ લાગી રહ્યું છે.
વોર્ડ વાઈઝ હરીફ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે
વોર્ડ નં.1
અતુલકુમાર રમેશચંદ્ર ગાંગદેવ - ભાજપ
કાંતાબેન સુરસિંગભાઈ જાદવ - ભાજપ
ભરતકુમાર નાથાભાઈ કાતિરા - કોંગ્રેસ
મીનાબેન રમેશભાઈ વાઘેલા - કોંગ્રેસ
રવેસિંહ વિરભણભાઈ ડોડીયા - ભાજપ
રસીલાબેન અજીતભાઈ ડોડીયા - કોંગ્રેસ
લલિતાબેન પ્રકાશભાઈ ડોડીયા - ભાજપ
- વોર્ડ નં.2
અસલમ મહમદભાઈ ચોહાણ - ભાજપ
પુષ્પાબેન ભરતભાઈ બારડ - ભાજપ
મનીષાબેન હિતેષકુમાર રાઠોડ - ભાજપ
મુકેશભાઈ કરશનભાઈ સાંખટ - ભાજપ
રણજીતભાઈ માલાભાઈ પરમાર - કોંગ્રેસ
વર્ષાબેન ભરતભાઈ કાતિરા - કોંગ્રેસ
- વોર્ડ નં.3
કયુમ કાસમભાઈ જુણેજા - ભાજપ
પ્રદીપસિંહ ભીખુભાઈ ડોડીયા - કોંગ્રેસ
મ.અનીસ સૈયદહુસેન કાદરી - ભાજપ
મેંહદીહસન સૈયદમહમદ નકવી - કોંગ્રેસ
હમજદઅલીખા વારસઅલીખાં - આપ
- વોર્ડ નં.4
ઇકબાલખાન દાઉદખાન પઠાણ - ભાજપ
કડવીબેન ભાનાભાઈ કામલીયા - કોંગ્રેસ
કોમલબેન નિલેશભાઈ ખીલવાની - ભાજપ
ચેતનકુમાર નાનજીભાઈ કામલીયા - કોંગ્રેસ
દીપકભાઈ બાલુભાઈ દમણિયા - ભાજપ
મીનાબેન રમેશભાઈ વાઘેલા - કોંગ્રેસ
લાભુબેન ગોપાલભાઈ ચુડાસમા - ભાજપ
- વોર્ડ નં.5
અવેશ અ.રઝાકભાઈ કાદરી - ભાજપ
કવિતાબેન નરેન્દ્રકુમાર જાની - ભાજપ
જ્યાબેન ભીખુભાઈ કામલીયા - કોંગ્રેસ
મિસ્બા માજીદ બેલીમ - ભાજપ
મેંહદીહસન સૈયદમહ્મદ નકવી - કોંગ્રેસ
વજુભાઈ રણસિંહભાઈ બાંભણીયા - કોંગ્રેસ
વિવેકભાઈ મનુભાઈ મેર - ભાજપ
- વોર્ડ નં.6
અલ્પાબેન મહેશભાઈ કામલીયા - ભાજપ
ચેતનકુમાર નાનજીભાઈ કામલીયા - કોંગ્રેસ
જ્યાબેન ભીખુભાઈ કામલીયા - કોંગ્રેસ
દિવ્યાબેન રમેશભાઈ ચુડાસમા - કોંગ્રેસ
નારણભાઈ પ્રદીપભાઈ ડાભી - ભાજપ
પુષ્પાબેન મહેશભાઈ મકવાણા - કોંગ્રેસ
ભારતીબેન રાજુભાઈ બાંભણીયા - ભાજપ
મનોજકુમાર દાનાભાઈ વાઢેલ - ભાજપ
- વોર્ડ નં.7
જાવીદભાઈ યુસુફભાઈ જુણેજા - ભાજપ
પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકી - ભાજપ
ભીખાભાઈ ભાનાભાઈ કામલીયા - કોંગ્રેસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech