BREAKING NEWS

જામજોધપુર પંથકમાં ગેરકાયદે ખનીજ વહન કરતા ૪ ડમ્પર ઝડપાયા

  • October 07, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પંથકમાં ગેરકાયદે ખનીજ વહન કરતા ૪ ડમ્પર ઝડપાયા

બ્લેકટ્રેપ સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરતી ખાણખનીજ

જામજોધપુર તાલુકાના શેઠવડાળા-સડોદર રોડ પર ખાણ-ખનીજ વિભાગની ટીમે ચેકિંગ દરમિયાન ગેરકાયદે ખનીજ વહન કરતા ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા. ચારેય ડમ્પર અને તેમાં ભરેલા ખનીજ સહિત અંદાજે ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
​​​​​​​
ચેકિંગ દરમિયાન પકડાયેલા ચાર ડમ્પરમાંથી બે ડમ્પર પરવાનગી વિના બ્લેકટ્રેપ ખનીજનું વહન કરતા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે અન્ય બે ડમ્પરમાં ઓવરલોડ ખનીજ ભરેલું મળી આવ્યું હતું. નિયમોના ભંગ બદલ ખાણ-ખનીજ વિભાગે ચારેય ડમ્પર તથા ખનીજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
જપ્ત કરાયેલા ડમ્પરોને સુરક્ષા માટે ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે સોંપવામાં આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીમાં નૈતિકભાઈ, આનંદભાઈ અને નિખીલભાઈ જોડાયા હતા. વિભાગ દ્વારા નિયમભંગ બદલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application