રાજકોટમાં 4 ઇંચ વરસાદથી ચોમેર પાણી પાણી, રાતભર ધીમી ધારે બે ઇંચ બાદ સવારમાં વધુ બે ઇંચ ખાબક્યો, જુઓ તસવીરો

  • June 17, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગોરંભાયેલા આકાશ અને અસહ્ય બફારા વચ્ચે ગઈકાલે સંધ્યા ટાણેથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે રાતભર ચાલુ રહેતા બે ઇંચ પાણી વરસ્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારે વધુ બે ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં ગત સાંજે સાતથી આજે સવારે સાત સુધીની છેલ્લી ૧૨ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા ચોમેર પાણી પાણી થઇ ગયું હતું.


રાત્રિથી સવાર સુધીમાં 52 મીમી વરસાદ વરસ્યો

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં રાત્રિથી સવાર સુધીમાં બાવન મીમી મતલબ કે બે ઇંચ અને સવારે બે કલાકમાં વધુ ૪૨ મીમી મળી કુલ ૯૪ મીમી વરસાદ નોંધાયો છે.


સૌથી વધુ વેસ્ટ ઝોનમાં ૬૭ મીમી વરસાદ પડ્યો 

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં ગત સાંજથી આજે સવારે સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૬૦ મીમી ( રાત્રે ૪૦ મીમી અને સવારે ૨૦ મીમી), વેસ્ટ ઝોનમાં ૬૭ મીમી ( રાત્રે બાવન મીમી અને સવારે ૧૫ મીમી) તેમજ ઇસ્ટ ઝોનમાં ૪૭ મીમી (રાત્રે ૩૭ મીમી અને સવારે ૧૦ મીમી) વરસાદ નોંધાયો હતો.


અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

શહેરમાં સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો મળી હતી તેમજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application