હળવદ: હળવદ તાલુકાના ટીકડર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.૩૧,૬૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
હળવદ નાં નવ નિયુક્ત પીઆઈ કે.કે દરબાર ના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન હળવદ પોલીસ ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ટીકડર (રણ) ગામે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ
1. મનસુખભાઈ માનસિંહભાઈ ખાંભડીયા, રહે. ટીકડર, તા. હળવદ, જી. મોરબી
2. મુન્નાભાઈ છેલાભાઈ ખોડા, રહે. મિયાણી, તા. હળવદ, જી. મોરબી
3. વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા, રહે. રામદેવપુર, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર
4. મુળજીભાઈ ગગુભાઈ ઝીંઝુવાડિયા, રહે. ટીકડર, તા. હળવદ, જી. મોરબી
આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી હળવદ પીઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.