ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા ગામ પાસે આજે બપોરના સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાઈ છે. સાંઢીડા પાસે 13 દિવસ પહેલા પણ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. આમ 13 દિવસમાં 9 લોકો કાળનો કોળિયો બની ગયા છે.
ચાર મૃતકોની વિગત
બંને કારનો કચ્ચારઘાણ નીકળી ગયો
મળતી માહિતી મુજબ, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચારઘાણ નીકળી ગયો છે.
સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
13 દિવસ પહેલા 3 સગા ભાઈ અને પુત્ર સહિત 5ના મોત થયા હતા
12મેના એટલ કે 13 દિવસ પહેલા ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે(25/05) ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 4 મોત થયા છે. છેલ્લા 13 દિવસમાં બે અકસ્માતમાં કુલ 9ને કાળ ભરખી ગચો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech