જામનગરમાં વિદેશી શરાબના ૪૨ ચપલા સાથે એક શખ્સ પકડાયો
મચ્છરનગરમાં દારૂની બાટલી સાથે શખ્સ ઝપડે ચડયો
જામનગરના જુના સ્ટેશન પાસે એક શખ્સ વિદેશી દારૂના ૪૨ ચપલા સાથે પકડાયો હતો અને મચ્છરનગરમાં દારૂની બોટલ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો.
જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વેલનગર શેરી નં. ૧માં રહેતા જીજ્ઞેશ નરશી રાઠોડ નામના શખ્સના ભોગવટાના મકાનમાં બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂના ૪૨ ચપલા કિ. ૧૨૬૦૦ વેચાણઅર્થે રાખતા રેઇડ દરમ્યાન પકડાઇ ગયો હતો.
અન્ય દરોડામાં શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે મચ્છરનગરમાંથી પકડી લીધો હતો.